તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News The Knowledge That Increases The Knowledge Is The Guru Dwarkeshalaji Has Joined The Universe With Gravity Karan Jani 040600

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે જ્ઞાનમાં વધારો કરે એ ગુરુ છે : દ્વારકેશલાલજી બ્રહ્માંડ ગુરુત્વાકર્ષણ સાથે જોડાયું છે : કરણ જાની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુરુત્વાકર્ષણીય તરંગ પ્રયોગ પર લીગો સાથે કાર્યરત, નોબલ પુરસ્કાર વિજેતા, એસ્ટ્રોફિઝિસ્ટ અને વૈજ્ઞાનિક કરણ જાનીએ જણાવ્યુ હતું કે, આપણું શરીર જે પ્રકારે કાર્ય કરે છે તેમાં ગુરુત્વાકર્ષણનો મોટો ફાળો છે. ગુરુત્વાકર્ષણ ધગધગતો ગોળો એનાં પર આખી રચના આધાર રાખે છે. બ્રહ્માંડમાં શું હોય છે એ વિજ્ઞાન ન જાણી શકે. હાલ આઇનસ્ટાઇનને લઇને વિદ્યાર્થીઓ પર મોટો ભાર આપવામાં આવે છે. બ્રહ્માંડના વિવિધ પોઇન્ટ હોય છે. જે કાર્ય થઇ ગયું એ રિવર્સ કરી શકાતું નથી. આખું બ્રહ્માંડ ગુરુત્વાકર્ષણ સાથે જોડાયેલું છે. બ્રહ્માંડમાં ચાર ફોર્સ હોય છે. બ્રહ્માંડ એટલું મોટું છે જેમાં આપણે એક કણ જેવા છીએ. આપણા જેવા કરોડો બ્રહ્માંડ છે. વડોદરામાં રસ્તા પર પુસ્તકો વેચતા એક ફેરિયા પાસેથી ડૉ. હોકીંગનું પુસ્તક બ્રિફ હિસ્ટ્રી ઓફ ટાઇમ તેમને ખરીદ્યુ હતું. એમાંથી એક નવો ધ્યેય તેમને મળ્યો હતો.

સિટી રિપોર્ટર. વડોદરા | એમ.એસ.યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશિપ એન્ડ ગવર્નન્સ દ્વારા ગ્રેવિટેશનલ ફોર્સ વિશે વાર્તાલાપનું આયોજન યુનિવર્સિટીના દીપ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજે ‘ગ્રેવિટેશનલ ફોર્સ, ગ્રેસ એન્ડ પીસ ફોર્સ’ વિશે જ્યારે યુવા વૈજ્ઞાનિક ડૉ.કરણ જાનીએ ‘ગ્રેવિટી: ધ બર્થ ઓફ અવર યુનિવર્સ’ વિશે ઉપસ્થિત વિદ્યાર્થીઓ-શિક્ષકોને વક્તવ્ય આપ્યું હતું.

વિજ્ઞાનીએ વિજ્ઞાન અને વૈષ્ણવાચાર્યએ ધર્મના દૃષ્ટિકોણથી વિદ્યાર્થીઓને સમજાવ્યું ગુરુત્વાકર્ષણ
જે કાર્ય થઇ ગયું તેને ક્યારેય રિવર્સ કરી શકાતું નથી
વિજ્ઞાન અવધારણા અને ધર્મ ધારણા પર આધારિત છે
દ્વારકેશલાલજી મહારાજે આધ્યાત્મ અને વિજ્ઞાન વિશે જણાવ્યું હતું કે, ગુરુત્વાકર્ષણ એટલે ગુરુ કે અન્ય કોઇ પ્રકારનું આકર્ષણ કહી શકાય. જ્ઞાન એ હિન્દુ ધર્મ શાસ્ત્રની દ્વષ્ટિએ ત્રણ અવસ્થા જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાનમાં પ્રચલિત છે. એક તત્વ બીજા પાસેથી કંઇક નવું ગ્રહણ કરે છે ત્યારે ગુરુતત્વ ઉદભવે છે. જે જ્ઞાનમાં વધારો કરે એનું નામ ગુરુ છે. ઋષિઓએ લખ્યું છે કે જ્ઞાન તત્વને જીવવા માટે એક મનુષ્ય જીવન પણ ઓછું પડે છે. જેમ એક વૃક્ષ પર પાંદડા એક કુંટુંબના ગણાય છે પરંતું તેની નસ જુદા ભાવ રજૂ કરતી હોય છે તેમના ગુરુ પણ અલગ હોય છે. ગુરુ કોઇ આકારના ફોર્મમાં નથી હોતા. આંખોની સાથે મન ભળે ત્યારે દેખાતું દ્વશ્ય દર્શન બની જાય છે. ગુરુતત્વના બે સ્તર હોય છે. જે આપણે બહાર દેખાઇએ છીએ એનું પરીવર્તન અને અંદર છીએ એનું રૂપાંતરણ. જન્મથી પરિવર્તન થવું એ જન્મ પરિવર્તન કહેવાય છે. વિજ્ઞાન અવધારણા પર અને ધર્મ ધારણા પર આધારિત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો