તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Jet39s Flight Stopped The City39s Youth Stuck In New Zealand 073037

જેટની ફ્લાઇટ બંધ, શહેરનો યુવક ન્યુઝીલેન્ડમાં અટવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર| વડોદરા

પંચગીનીમાં ભણતા શહેરના ધો-9ના વિદ્યાર્થી સાથે સ્કૂલ ટૂરનું 17 લોકોનુ ગ્રૂપ ન્યુઝીલેન્ડમાં અટવાયું છે. જેટ અેરવેઝની ઇન્ટર્નેશનલ ફ્લાઇટ બંધ થતાં અન્ય ફ્લાઇટની વ્યવસ્થા તેમજ વિઝાની વ્યવસ્થા કરવાનો વખત અાવ્યો છે. તમાંમ વાલીઅો દ્વારા પોતાનાં બાળકોને જરૂરી રકમ મોકલાવી અાગામી 25મીઅે અન્ય ફ્લાઇટમાં અાવવા વ્યવસ્થા કરી છે.

અાજવા રોડ કલ્યાણનગરમાં રહેતો રોનક સોલંકી પંચગીનીમાં સેન્ટ પીટર સ્કૂલમાં ધો.9માં અભ્યાસ કરે છે. ગત 6 તારીખે પ્રિન્સિપાલ અને વિદ્યાર્થી સહિત 17 લોકોનું ગ્રૂપ ન્યુઝીલેન્ડ ફરવા ગયું હતું. જ્યાંથી અાગામી 21મીઅે તમામની અોકલેન્ડથી મુંબઇની પરત અાવવા માટેની ટિકિટ જેટ અેરવેઝની હતી. જેટ અેરવેઝની ઇન્ટર્નેશનલ ફ્લાઇટ બંધ થતાં તેઅો અટવાયા છે. અત્રેના તેમના પરિવારજનો મુજબ ટૂરમાં તેમની સાથે મહુવા અને વાપીના વિદ્યાર્થી પણ છે. અાગામી 25મીની સિંગાપુર અેરલાઇન્સની ટિકિટ કઢાવવા વ્યવસ્થા કરાઇ છે. તેના દ્વારા અત્રે પરત અાવશે.

અન્ય સમાચારો પણ છે...