તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Incident Took Place At 3 Places Including Godown In Gajrawadi 074556

ગાજરાવાડીમાં ગોડાઉન સહિત 3 સ્થળે અાગ લાગવાના બનાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરમાં ગુરુવારે રાતથી શુક્રવાર સાંજ સુધી માત્ર ચોવીસ કલાકના ગાળામાં અાગના ત્રણ બનાવથી ફાયર બ્રિગેડ દોડતું થયું હતું.

ગુરુવારે રાત્રે 2:30 વાગે દહેજથી કોલસા ભરેલી ટ્રક અમદાવાદ જઇ રહી હતી.દરમિયાન અચાનક અાજવા ચોકડી પાસે ટ્રકમાં અાગળના ભાગે ધુમાડા દેખાતાં ચાલક ફાયર બ્રિગેડને જાણ કરાઇ હતી. અન્ય બનાવમાં શુક્રવારે સવારે ગાજરાવાડી સુવેઝ સ્ટેશન પાસે અાવેલા અાશુભાઇના મકાનમાં ભાડવાત દ્વારા બનાવેલા ગોડાઉનમાં પૂંઠાં સહિત અન્ય સામાનમાં અાગ લાગી હતી. સવારે 9 વાગે લાગેલી અાગને પગલે દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા અાગ પર કાબૂ મેળવાયો હતો. ત્રીજા બનાવમાં મકરપુરા 621 નંબરમાં અાવેલી સાબર ઇન્ડસ્ટ્રીઝમાં શુક્રવારે સાંજે લાકડાના વેરમાં આગ લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...