તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Husband And His Wife Were Beaten By A Low Intensity Vegetable 074551

જમવામાં શાક ઓછું પડતાં પતિએ પત્નીને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના બે વિસ્તારમાં મારામારીના બે બનાવમાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મારામારીના પ્રથમ બનાવમાં યોગિતાબેન મુકેશભાઈ ચુનારાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ છૂટક મજૂરી કામ કરે છે.બુધવારે સાંજે તેઓ ઘરે હતાં ત્યારે તેઓના પતિ મુકેશે જમવાનું બનાવવાનું કહ્યું હતું. જેથી તેઓએ જમવાનું બનાવી પતિને પીરસ્યું હતું. ત્યારે જમવામાં શાક ઓછું પડી જતાં તેણીના પતિએ એકદમથી ઉશ્કેરાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી તેઓએ વાડી પોલીસમાં પતિ મુકેશભાઈ કાંતિભાઈ ચુનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મારામારીના બીજા બનાવમાં કાંતીબેન પ્રવેશભાઈ મહંતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પડોશમાં રહેતા અજય હરેન્દ્ર મહંતો અને અનિતા મહંતોએ જૂના ઝઘડવાની અદાવતમાં તેણીને અને તેમના દીકરા રાજુને લાકડાના દંડા વડે માર મારી ઈજાગ્રસ્ત કર્યાં હતાં. જેથી તેઓએ બનાવ અંગે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...