તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News The Human Race Today In Protest Of Water Leakage On Waghodia Road 080025

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વાઘોડિયા રોડ પર પાણી વેરાના વિરોધમાં માનવસાંકળ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગંદા પાણીથી અેક વર્ષ સુધી હેરાનપરેશાન થયેલા પૂર્વ અને દક્ષિણ વિસ્તારના રહીશો પાસેથી પાણી વેરો વસુલવાની નફ્ફટાઇ દાખવનારા પાલિકાના સત્તાધીશોના વિરોધમાં શનિવારે સાંજે વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા ખાતે માનવસાંકળ રચીને રહીશો અનોખુ વિરોધ પ્રદર્શન કરશે.

ડીસેમ્બર 2018માં કાળા રંગના પાણીથી પ્રશ્ન ઉભો થયો હતો અને દસ મહિના સુધી કાળા,પીળા,ડહોળા પાણીની સમસ્યા યથાવત રહેવા પામી હતી. અેટલુ જ નહીં, અળસિયાવાળુ,ચીકણુ,પોરાવાળુ,જીવડાવાળુ પણ પાણી પાલિકાએ આપ્યું હતું. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારની છ લાખ જનતાએ પાલિકાનું પાણી એક વર્ષ સુધી પીધું ન હતું અને તેની સામે રૂા.20ની કિંમતના જગના રૂા.50 ચૂકવ્યા હતા અને તેના માટે કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહ્યા હતા.દસ મહિના સુધી આ કફોડી સ્થિતિ રહ્યા બાદ બે મહિના સુધી પાણીનું પ્રેસર જ ઘટી ગયુ હતુ અને તેના કારણે પાણી મળતુ જ બંધ થઇ ગયું હતું.

પાલિકાઅે પૂર્વ અને દક્ષિણ વિસ્તારના રહીશોને પાણીવેરા સહિતના વેરાની ચૂકવણી માટે ડીસેમ્બર મહિનામાં વેરા બિલો આપ્યા હતા અને નાગરિકો પાણી લીધા વગર પાલિકાને પાણીવેરો આાપી રહ્યા છે.ઝેનિથ સ્કૂલ,સોમા તળાવ પાસેથી પસાર થતી પાણીની લાઇન કે જેની પાછળ પાલિકાઅે 40 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો તેમાંથી પાલિકાની ચકાસણીમાં 40 લીકેજ મળતાં તેની મરામત કરવામાં આવી હતી. શહેરમાં આરવી દેસાઇ રોડ, નવાયાર્ડ, વાડી સહિતના વિસ્તારોમાં હજુ પણ પાણીનો યક્ષ પ્રશ્ન યથાવત છે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ)ની અાગેવાનીમાં શનિવારે સાંજે પાંચ વાગે માનવસાંકળ રચી વિરોધ કરાશે. તેમજ પાણીવેામાં રાહત આપવાની માગણી કરાશે, જરૂર પડે આંદોલન પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો