• Gujarati News
  • National
  • Vadodara News The Horizontal Clouds In The Sun39s Disgrace Will Hit Earth And The Atmosphere Will Change 073539

સૂર્ય કલંકમાંનાં ભૂચુંબકીય વાદળો પૃથ્વી સાથે અથડાશે, વાતાવરણમાં પલટો અાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર|વડોદરા

પૃથ્વી સામે હાલ 2 લાખ કિ.મી.મોટો સૂર્યકલંક ચાલે છે. 10મીઅે કોરોનલ હોલમાંથી ચાર્જ્ડ પાર્ટિકલ નિકળ્યા હતા. જે પૈકી જીઅો મેગ્નેટિક સ્ટ્રોમ જી-1 અને જી-2 બુધ અને ગુરુવારે પૃથ્વી સાથે અથડાશે જેથી વાતાવરણમાં પલટો અાવશે. તેમજ ઘરતી કંપની શક્યતા વિજ્ઞાનીઅોઅે વ્યક્ત કરી છે.

સૂર્યમાં રહેલા તત્ત્વનું પ્લાઝમા સૂર્ય કલંકમાંથી બહાર ફેંકાયછે અા પાંચ પ્રકારનાં તોફાનો સર્જે છે. જે પૈકી જી-5ની તીવ્રતા વધુ હોય છે. પૃથ્વી સામે રહેલા સૂર્ય કલંકને પગલે અા ચુંબકીય વાદળોની ગંભીરતા વધી છે. અા વાદળો અથડાતાં જે હવામાન ચાલતું હોય તેની તીવ્રતા વધે છે. પવનની ગતિ વધે છે. અંદાજે 6 મહિના પહેલાં અાવાં વાદળો અથડાતાં તીવ્ર ઠંડી પડી હતી. જ્યારે બે વર્ષ અગાઉ વરસાદ વધ્યો હતો. અા બદલાવ બે -ત્રણ દિવસ માટે હોય છે. તા. 15 અને 16 ભારતમાં વાતાવરણમાં અચાનક પલટો અાવી શકે છે.

સૂર્યકલંકમાંથી નીકળતાં પ્લાઝ્માનું દૃશ્ય.

વિદેશમાં રોજ યુ.વી.ઇન્ડેક્સ બહાર પડે છે
ભારતમાં પોલ્યુશન ઇન્ડેક્સ અને વરસાદની અાગાહી જાહેર થાય છે. તેમ અમેરિકામાં યુ.વી. ઇન્ડેક્સ રોજ જાહેર થાય છે. અને આ અંગે નાગરિકોને સાવચેત કરાય છે.

સ્પેસ વેધરનું ભારતમાં મહત્ત્વ નથી
સ્પેસ વેધરને ભારતમાં મહત્ત્વ અપાતું નથી. વડોદરા નજીક અાસોજ અને ધુવારણ પાવર ગ્રીડ અાવેલાં છે. પરંતુ ભારતમાં હજુ ટેક્નોલોજી અપડેટ નથી. દિવ્યદર્શન પુરોહિત , ખગોળવિદ

અન્ય સમાચારો પણ છે...