તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Highest Number Of 27 Rivals In Vadodara Was In The 1996 Elections 073513

વડોદરા બેઠક પર સૌથી વધુ 27 હરીફો 1996ની ચૂંટણીમાં હતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1951થી 2014 સુધીમાં વડોદરા લોકસભા બેઠકની પંદર વખત ચૂંટણી યોજાઇ હતી અને તેમાં સૌથી વધુ 27 દાવેદારો 1996માં નોંધાયા હતા અને તેમાં કોંગ્રેસના ઉમેદવારનો 17 મતોની પાતળી સરસાઇથી વિજય થયો હતો કે જે વડોદરા બેઠકના ઇતિહાસમાં સૌથી ઓછી સરસાઇ હતી. તેવી જ રીતે, વડોદરા બેઠક માટે સૌથી વધુ 5.70 લાખ મતોની સરસાઇ મેળવવાનો વિક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે છે.

1951ની સાલમાં મુંબઇ સ્ટેટમાં આવેલ વડોદરા વેસ્ટના નામે લોકસભાની પહેલી ચૂંટણી યોજાઇ હતી અને તેમાં ત્રણ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી. 1957માં યોજાયેલી બીજી ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે જ સીધી લડત હતી તો 1962માં ચાર ઉમેદવારો હતા અને તેમાં પ્રથમ વખત વિજેતા ઉમેદવારને 1 લાખથી વધુ મતોની સરસાઇ મળી હતી. 1967માં યોજાયેલી ચોથી ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર હોવા છતાં 1962ની સરખામણીમાં સરસાઇમાં 1.22 લાખનો ઘટાડો થયો હતો અને વિજેતા ઉમેદવારે 22319 મતોની સરસાઇથી વિજય મેળવ્યો હતો.1971માં યોજાયેલી ચૂંટણીમાં ત્રણ ઉમેદવાર હતા અને વિજેતા ઉમેદવારની સરસાઇ 71964ની રહી હતી. 1977ની ચૂંટણીમાં છ દાવેદારો હતા અને વિજેતાની સરસાઇ 33923ની રહી હતી.1980 ની ચૂંટણીમાં આઠ ઉમેદવાર પૈકી વિજેતા ઉમેદવારે 82493ની સરસાઇ મેળવી હતી. 1984ની ચૂંટણીમાં ત્યાં સુધીની આઠ ચૂંટણીમાં સૌથી વધુ 12 દાવેદારો હતા પરંતુ તેમ છતાં આઠ ચૂંટણીમાં સૌથી વધુ 1.52 લાખ મતોની સરસાઇ વિજેતા ઉમેદવારે મેળવી હતી.1989ની ચૂંટણીમાં 11 દાવેદારો વચ્ચે વિજેતા ઉમેદવારે 52898ની સરસાઇ, 1991માં પહેલી વખત મહિલા ઉમેદવાર વિજેતા બની હતી અને 14 દાવેદારો વચ્ચે વિજેતાએ 34188ની સરસાઇ મેળવી હતી.જોકે, 1996માં સૌથી વધુ 27 દાવેદારો હતા અને તેમાં અત્યાર સુધીની સૌથી ઓછી 17 મતોની સરસાઇથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા. 1998માં છ ઉમેદવારોની વચ્ચે વિજેતાએ 52417 મતોની, 1999માં સાત દાવેદારોની વચ્ચે વિજેતાએ 92649ની સરસાઇ મેળવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ 2004માં યોજાયેલી ચૂંટણીમાં છ ઉમેદવારોની વચ્ચે વિજેતાને 6603 મતોની સરસાઇ મળી હતી. જોકે, 2009માં યોજાયેલી ચૂંટણીમાં સાત દાવેદારોની વચ્ચે વિજેતાએ 1.35 લાખ મતોની સરસાઇ મેળવી હતી અને 2014માં નરેન્દ્ર મોદીએ આઠ દાવેદારોની વચ્ચે અત્યાર સુધીની સૌથી વધુ 5,70,128 મતોની સરસાઇ મેળવી હતી. પેટા ચૂંટણીમાં ચાર દાવેદારો વચ્ચે વિજેતા ઉમેદવારે 3,29,507 મતોની સરસાઇ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...