1917-18માં વડોદરામાં મહાભયાનક પ્લેગથી 2,374 લોકોનાં મોત થયાં હતાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેરમાં આજથી 103 વર્ષ પહેલા પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે મૃત્યુનું જાણે સાક્ષાત તાંડવ સર્જાયું હતું. જુન-જુલાઇ 1917-18માં પ્લેગના કેટલાક છૂટાછવાયા કેસો બન્યાં હતા. ત્યારે ચાંચડ, ઉંદર કે ખિસકોલી કે માંકડ જેવી જીવાતોને લોકોએ ગંભીરતાથી લીધી ન હતી. તે જમાનામાં લોકોમાં પણ પૂરતી જાગૃતિ ન હતી. રાજાશાહીએ પણ સ્થિતિને હળવાશથી લીધી હતી. પરિણામે પછીના મહિનાઓમાં જે બન્યું તે ખોફનાક હતું.

બે મહિના બાદ જ સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીમાં તો વડોદરા શહેર સહિત સમગ્ર બરોડા સ્ટેટ પ્લેગના ભરડામાં આવી ગયું હતું. બરોડા ગેઝેટિયર 1918-19ના અહેવાલ મુજબ 1917-18માં વડોદરા શહેરમાં જ પ્લેગમાં 2,803 લોકો સપડાયા હતા અને તેમાંથી માંડ 429 લોકો જ બચ્યા હતા. એટલે કો 2,374 લોકોએ પ્લેગમાં પોતાનો જાન ગુમાવ્યો હતો. પ્લેગની ભયાનકતા એવી હતી કે અનેક પરિવારોમાં લાશને કાંધ આપવા કે કબ્રસ્તાનમાં લઇ જવા માટે બાકી રહ્યું ન હતું. લોકો જીવ બચાવવા જંગલ ભણી દોટ મૂકતા હતા. તે રોગચાળાની શહેરના તબીબ અતુલ શાહ માહિતી આપતા કહે છે કે, ‘ શહેરમાં કોઇ ઘરમાં મોત થાય એટલે પહેલા ગાડાને ફરતે કોથળા બાંધવામાં આવતા હતા. જેથી તેનો ચેપ અાસપાસ ન ફેલાય. કારણ કે મૃતદેહને અડકવા માત્રથી ચેપ ફેલાતો હતો.. વડોદરા જિલ્લામાં 6,250 સત્તાવાર મોત નોંધાયા હતા. અેટલે જો શહેર-જિલ્લાનો જ સરવાળો માંડીએ તો 9,000 નાગરિકો પ્લેગમાં જ માર્યા ગયા હતા. પ્લેગ વકરતા જ ગાયકવાડ સરકારે મુંબઇની દવા કંપનીને દવાઓનો ઓર્ડર આપ્યો હતો પણ દેશના વિવિધ ભાગોમાં પ્લેગ એવો ફેલાયો હતો કે આ દવા કંપની વડોદરા પોતાનો ઓર્ડર પૂરો કરવા દવા ખૂબ જ મોડી પહોંચાડી શકી હતી, જેને લીધે સંખ્યાબંધ લોકો જે દવાથી સાજા થઇ શક્યા હોત, તેમને બચાવી શકાયા ન હતા.

આ ઉપરાંત કડીમાં 10,334, અમરેલીમાં 1,601 તથા નવસારીમાં 1,640નો ભોગ પ્લેગે લીધો હતો. 1917-18 બાદ બીજા જ વર્ષે ફરીવાર કોલેરાનો રોગચાળો ફેલાયો હતો જેમાં બરોડા સ્ટેટમાં 2,152 લોકો બીમાર પડ્યા અને 1,273ના મોત નિપજ્યાં હતા.

સન 1917-18માં રૂા. 25,249નું બજેટ ફાળવવામાં આવ્યું હતું

वडोવડોદરા | પ્લેગ અને ઇન્ફ્લુએન્ઝા (હાલનો સ્વાઇનફ્લુ) જેવા રોગોના વાવરમાં બરોડા સ્ટેટમાં હજારો લોકો મૃત્યુ પામતા હોવાથી મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં 1914માં પહેલીવાર દરેક નાગરિક માટે વેક્સિનેશન ફરજિયાત કરી દીધું હતું. આ એ સમય હતો જ્યારે બ્રિટિશ રાજમાં રસી મૂકાવી મરજિયાત હતી. આરોગ્ય કાર્યકરો બાળકોને તેમના ઘરે જઇને વેક્સિન આપતા હતા. 1917-18માં રૂ. 25,249નું બજેટ ફાળવવામાં આવ્યું હતું અને 62 હજાર બાળકોને સ્ટેટમાં રસી અપાઇ હતી. 1944માં આ એક રસીની કિંમત 6.75 આના હતી. રસીકરણ શરૂ કર્યાના 10 વર્ષ બાદ તેના પરિણામો આવ્યા હતા અને પ્લેગ તથા ઇન્ફ્લુએન્ઝાથી થતાં મોતની સંખ્યા ઘટી હતી. જોકે મેલેરિયાએ તેનો પ્રકોપ જારી રાખ્યો હતો. તે જમાનામાં દર હજાર લોકોએ 16ના મોતનું કારણ મેલેરિયા હતો. પ્લેગ ફાટવાને લીધે જ દરેક ગામ-નગરના 5 માઇલની ત્રિજ્યામાં એક એવી 35 ડિસ્પેન્સરીઝ ખોલવામાં આવી હતી.

આરોગ્ય વિભાગ સાથે શિક્ષણ વિભાગ પણ જોડાતો હતો

1917ના પ્લેગમાં બચાવ કામગીરીમાં આરોગ્ય વિભાગ સાથે શિક્ષણ વિભાગ જોડાતો હતો. કારણ કે, મહામારી વિશે શિક્ષકો લોકોને સારી રીતે સમજાવી શકતા હતા. આ ઉપરાંત સ્વંયસેવી જૂથોએ પણ નોંધપાત્ર કામગીરી ભજવતા બરોડા સ્ટેટના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું હોવાની નોંધ પણ તત્કાલિન સરકારી રિપોર્ટ્સમાં લેવાઇ છે.

1935માં બરોડા સ્ટેટમાં લોકોને ‘ક્વોરન્ટાઇન’ કરાયા હતા

1935માં પણ બરોડા સ્ટેટમાં ફરીવાર પ્લેગ ફેલાયો હતો. તે સમયેની સરકાર દ્વારા હાલની જેમ જ જાહેરનામુ પ્રગટ કરવામાં આવ્યું હતું. લોકોને ઘરમાં જ રહેવા અને ચેપ ન લાગે તેની તકેદારી રાખવા સલાહ અપાઇ હતી. આ તે સમયનું ‘ક્વોરેન્ટાઇન’ જ હતું.

ईઈ.સ. 1914માં બરોડા સ્ટેટમાં પહેલીવાર વેક્સિનેશન કરાયું હતું

હાલમાં કોરોનાની વૈશ્વિક બીમારીમાં સંખ્યાબંધ દેશો લોકડાઉન છે શહેરમાં હજી કોરોના વાઇરસથી એકનું પણ મોત થયું નથી પણ સાવચેતીરૂપ પગલાં સરકાર દ્વારા લેવાઇ રહ્યાં છે, લોકો પણ સહકાર આપી રહ્યાં છે. ભૂતકાળમાં મેડિકલ સુવિધાઓ આટલી વિકસી ન હતી. તેથી હજારો લોકો વારંવાર રોગચાળામાં સપડાતા હતા. વડોદરા શહેરમાં રોગચાળો વારંવાર ફાટ્યો છે અને પ્લેગ, ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીના ખપ્પરમાં દર વર્ષે સેંકડો લોકો હોમાઇ જતા હતા. વડોદરાના ઇતિહાસની તવારિખમાં 1917-18નો પ્લેગ સૌથી જીવલેણ હતો. જેમાં એક જ વર્ષમાં 2,803 કેસો થયા હતા. જ્યારે 1934માં પણ ફરીવાર ફાટી નીકળેલા પ્લેગમાં પણ સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા હતા. પ્રસ્તુત છે પ્લેગના આ રોગચાળાની કેટલીક હચમચાવતી વાતો..

હજારો લોકો મૃત્યુ પામતા હોવાથી મહારાજાએ ફરજિયાત કર્યું

મુંબઇની દવા કંપનીએ દવાઓ મોડી મોકલાવતાં સમયસર ઇલાજ ન થયો અને રોગચાળો વકર્યો હતો

કોરોનામાં હજુ તો માંડ 9 કેસ નોંધાયા છે પણ વર્ષો પહેલાં વડોદરા શહેરમાં બીમારીઓના ખપ્પરમાં સેંકડો લોકો હોમાઇ જતા હતા
અન્ય સમાચારો પણ છે...