તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Government Has Allocated Rs 8 Crore For The Baiyali Bil Chapad Road 035052

ભાયલી- બીલ- ચાપડના રોડ માટે સરકારે 8 કરોડ ફાળવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર નજીક આવેલાં ભાયલી,બીલ અને ચાપડ ગામના રસ્તા મજબૂતીકરણ માટે સરકારે રૂા.8 કરોડની ફાળવણી મંજૂર કરી છે અને આગામી દિવસોમાં તેના કારણે 10 કિલોમીટરના નવા રસ્તાનો ફાયદો મળશે.

અત્રે નોંધનીય છે કે, વુડા હેઠળનાં ભાયલી,ચાપડ અને બીલ ગામનો સમાવેશ ડભોઇ વિધાનસભા મતવિસ્તારમાં થયેલો છે. આ ગામોમાં રસ્તાને લઇને સ્થાનિક રહીશોની ભારે ફરિયાદો હતી અને તેના ઉકેલ માટે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા(સોટ્ટા)ને રજૂઆત કરી હતી.જેથી, શૈલેશ સોટ્ટાએ રાજ્ય સરકારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જેમની પાસે માર્ગ અને મકાન વિભાગનો પણ હવાલો છે તેમને રજૂૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે રાજ્ય સરકારે ભાયલી,બીલ,ચાપડના રોડના મજબૂતીકરણ,રિપેરિંગ સહિતની કામગીરી માટે 8 કરોડ રૂપિયાની ફાળવણીને લીલી ઝંડી આપી છે. ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા)એ જણાવ્યું હતું કે, ડભોઇ વિધાનસભા વિસ્તારમાં આવેલાં પ્રવાસી સ્થળોને વિકસાવવા માટે અને ઐતિહાસિક ઇમારતોની જાળવણી કરવા માટે પ્રયત્નશીલ છીએ.

અન્ય સમાચારો પણ છે...