તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Gold Medal Winner Will Now Play For The Country In The State Level Competition 074621

સ્ટેટ લેવલની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા હવે દેશ માટે રમશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રેયા રાઠોડ મૂળ નવસારીની છે. હાલ તે ઉર્મિ સ્કૂલમાં અભ્યાસ કરે છે. શ્રેયા રાઠોડની જુનિયર હોકી વુમન નેશનલ ઇન્ડિયન કેમ્પમાં કોચીંગ માટે પસંદગી થઇ છે. બેંગ્લોર ખાતે ચાલી રહેલ કેમ્પમાં 60 સંપૂર્ણ ભારતના ખેલાડીઓ સાથે રાષ્ટ્રીય કક્ષાના કેમ્પમાં ભાગ લેવા ગયેલ છે. તેમાં ગુજરાતમાંથી એક માત્ર ખેલાડી શ્રેયાની પસંદગી કરાઇ છે. તેણી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વડોદરા હોકી એકેડમી માંજલપુર રમત સંકુલ ખાતે ચાર વર્ષથી ચાલી રહેલ છે. એસ.એ.જી. હોકી એકેડમીની સિનિયર, જુનિયર, સબ જુનિયર ટીમને પદ્મશ્રી હોકી એક્સપર્ટ કોચ ધનરાજ પીલ્લે, હોકી એકેડમી કોચ પ્રેમિલા જેકબ, ભરત પરમાર, વિશાલ શાહ અને ફિઝિયો, ન્યુટ્રીશિયન સઘન પ્રશિક્ષણ સાથે ફિટનેસ અને આહાર પર ધ્યાન આપે છે. આ ખેલાડીની સંપૂર્ણ જવાબદારી એસ.એ.જી. દ્વારા ખર્ચ કરવામાં આવે છે.

Nation Hockey

શહેરની હોકીની ખેલાડી શ્રેયા રાઠોડની જુનિયર હોકી વુમન નેશનલ ઇન્ડિયન કેમ્પમાં પસંદગી કરાઇ, દેશનાં 60 ખેલાડીઓ સાથે બેંગ્લોરમાં ટ્રેનિંગ લેશે
4 વર્ષની અથાક મહેનતે આ તક પ્રાપ્ત થઇ છે
શ્રેયા રાઠોડે જણાવ્યું હતું કે, સ્કૂલ સમયથી જ તેને હોકી રમવાનું શરૂ કર્યું હતું. સાથે તે સ્વિમિંગ પણ કરે છે. પરંતું તેના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેણે એકેડમી સ્પર્ધા સિલેક્શનમાં ભાગ લીધો હતો અને એસ.એ.જી. એકેડમીમાં તેનું સિલેક્શન થયું અને ત્યારથી જ એકેડમીમાં ચાર વર્ષથી ટ્રેનિંગ લઇ રહી છે. દર વર્ષે ખેલ મહાકુંભમાં ભાગ લે છે તેમજ હોકી ઇન્ડિયા લેવલની સ્પર્ધામાં પણ ભાગ લઇ રહી છે. તેની ટીમે સ્ટેટ લેવલની સ્પર્ધામાં ઘણાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. સરકાર તરફથી એકેડમી ચાલી રહેલ છે તેની પ્રશંસા કરી હતી. તેમજ કોચ ધનરાજ પીલ્લેને માર્ગદર્શન આપવા બદલ આભાર માન્યો હતો.

અથાક મહેનત સિવાય કોઈ વિકલ્પ નથી
તેની ટીમ જુનિયરમાં ક્વોર્ટર રમેલ છે. હોકી ઇન્ડિયા લેવલની ચેમ્પિયનશીપમાં 20 -25 ટીમો પાર્ટીશીપેટ કરે છે તેમાં તેની ટીમ સુપર 8માં આવેલ છે. તેણીએ બીજા ખેલાડીઓને ઉદ્દેશ આપ્યો હતો કે તમે જેટલું હાર્ડ વર્ક કરશો તેટલી સફળતા મળવાની જ છે. અને કોઇ પણ કાર્ય માટે ધ્યેય રાખવો જરૂરી છે. શ્રેયા રાઠોડ તેના પરિવારનું નામ રોશન કરવા માંગે છે અને હોકીમાં આગળ વધી પરિવારને મદદ કરવા માંગે છે.

અન્ય સમાચારો પણ છે...