તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાર્ડનમાં રમતી બાળાને પતંગની લાલચ આપી છેડતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના ક્લબ હાઉસ પાસે આવેલ ગાર્ડનમાં રમી રહેલી 6 વર્ષની બાળાને પતંગ અપાવાની લાલચ આપી ગાર્ડનના માળીએ છેડતી કરી હતી. બાળાએ રડતા રડતા ઘેર જઇ ફરિયાદ કરતા તેના સ્વજનોએ છેડતી કરનારા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ માંજલપુરના એક એપાર્ટમેન્ટમાં રહેતી 6 વર્ષની બાળા તેના એપાર્ટમેન્ટના ગાર્ડનમાં સવારના સમયે અન્ય બાળકો સાથે રમતી હતી, ત્યારે ગાર્ડનમાં માળી તરીકે કામ કરતો અનિલ વસાવા ત્યાં આવ્યો હતો અને બાળાને પતંગ અપાવાની લાલચ આપીને ક્લબ હાઉસની પાછળના ભાગે લઇ ગયો હતો અને ત્યારબાદ બાળાના કપડા કાઢવાની કોશિશ કરી છેડછાડ કરી હતી. જો કે બાળા ત્યાંથી ભાગી ગઇ હતી અને રડતી રડતી ઘેર જઇ તેના સ્વજનોને વાત કરી હતી,જેથી સ્વજનોએ અનિલને પકડી લઇ પોલીસ કન્ટ્રોલ રુમને ફોન કરી જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...