તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમી સાથે લગ્ન કરી પિતાના રૂા.4.70 લાખ લઇ પુત્રી ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસણા ભાયલી રોડ પાસે આવેલ બીએસયુપી આવાસ સાંઈનાથ સોસાયટીમાં રહેતા વૃદ્ધની 24 વર્ષીય પુત્રીએ પ્રેમી સાથે ભાગી લગ્ન કરી ઘરમાંથી સોનાચાંદીનાં ઘરેણાં મળી કુલ રૂ.4.70 લાખની ચોરી કર્યાની ફરિયાદ વૃદ્ધે પોલીસમાં નોંધાવી છે.

બનાવ અંગે લાલાસાહેબ બાજીરાવ સાબળેએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સયાજીગંજ મહારાજાનગર ખાતે ઇલેક્ટ્રોનિક મશીન રિપેરિંગની દુકાન ધરાવે છે. તેઓને પાંચ છોકરી અને એક છોકરો છે. તેઓનાં 6 સંતોનો પૈકી 24 વર્ષીય પુત્રી રેણુકાએ તેઓને કહ્યું હતું કે, હું નીચે જઇને આવું છું. અને અડધો કલાક પછી રેણુકાએ ફોન કરી કહ્યું હતું કે, હું સંદીપ રમેશ પાંગેના ઘરમાં છું. મને શોધતા નહિ. મેં સંદીપ સાથે લગ્ન કરી લીધાં છે અને લગ્નનું પ્રમાણપત્ર ઘરની તિજોરીમાં મૂક્યું છે. જેથી તેઓએ ઘરમાં જઇ તિજોરીમાં તપાસ કરતાં લગ્નનું પ્રમાણપત્ર મળી આવ્યું હતું અને તિજોરીમાં મૂકેલ રૂ.2.70 લાખની મતાનાં સોનાચાંદીનાં ઘરેણાં સહિત રોકડ 2 લાખ મળી કુલ 4.70 લાખની ચોરી થયાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...