તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Garden Is Also Decorated With Kites For The First Time At Vadodara Airport Premises 034153

વડોદરા એરપોર્ટ પરિસરમાં આવેલ ગાર્ડનને પણ પ્રથમવાર પતંગોથી શણગાર કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉતરાયણ પર્વે વડોદરા એરપોર્ટને પતંગોથી શણગારવામાં આવ્યો હતો. આ સાથે પહેલી વખત એરપોર્ટ પરિસરમાં આવેલ ગાર્ડનને પણ પતંગોથી સજ્જ કરવામાં આવ્યું હતું. પતંગોના તોરણ અને ઝાડ પર લટકતી પતંગોની હાળમાળા પવનથી આહલાદક અવાજ ઉત્પન્ન કરતી હતી. એરપોર્ટ દ્વારા દરેક પર્વ પર એરપોર્ટ પર જે તે તહેવારની થીમ ઉપર ડેકોરેટ કરવામાં આવે છે. જ્યારે વાહન ચાલકોને પંતગની દોરીથી ગળુ ન કપાય તે માટે વાહનો પર તાર બાંધવામાં આવ્યા હતા. તેમજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરમાં શેરડી અને ઠેર ઠેર વેચાણ થતું હતું.

અન્ય સમાચારો પણ છે...