તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Front Of The Municipality For Water From Vadi And Kishnewadi 074514

વાડી અને કિશનવાડીમાંથી પાણી માટે પાલિકામાં મોરચો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના વાડી વિસ્તારમાંથી કોંગ્રેસની આગેવાનીમાં મોરચાએ પૂરતું પાણી મળે તે માટે રજૂઆત કરી હતી તો સાંજે કિશનવાડી વિસ્તારનો મોરચો પાલિકામાં પહોંચ્યો હતો.

પાલિકા આજવા જળાશયના ડેડસ્ટોકમાંથી રોજનું દોઢ કરોડ લિટર પાણી મેળવવા માટે રવિવારે પાણીની લાઇન સાથે જોડાણ કરવાની કવાયત કરી રહ્યું છે.આ દરમ્યાનમાં, વાડી વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાની બૂમો ઉઠી હતી. વાડી,રણમુક્તેશ્વર,બરાનપુરા,ગોયાગેટ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની ફરિયાદો સ્થાનિક રહીશોએ પાલિકામાં કરી હતી પરંતુ કોઇ નિવેડો આવ્યો ન હતો. જેના પગલે, શહેર કોંગ્રેસના આગેવાનોના નેતૃત્વમાં રહીશોએ પાલિકામાં મોરચો કાઢ્યો હતો અને કમિશનરને સંબોધતું આવેદનપત્ર સુપરત કર્યું હતું.તેવી જ રીતે,કિશનવાડી વિસ્તારમાં પણ પાણીનો પેચીદો પ્રશ્ન ઉભો થયો છે. કિશનવાડી વિસ્તારમાં પંદર દિવસથી દૂષિત પાણીની માેકાણ દૂર ન થતાં સ્થાનિક મહિલાઓ મોરચો લઇને પાલિકામાં પહોંચી હતી. પાલિકાની સામાન્ય સભા પૂર્વે આ મોરચો પહોંચ્યો હતો.

તેવી જ રીતે, અલકાપુરી સર્કિટ હાઉસ રોડ પર પાણીની લાઇનમાં લીકેજ થતાં પાણીનો વેડફાટ થયો હતો. , મોડી સાંજે તેની મરામતની કામગીરી હાથ પર લેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...