તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Fire Station In The City Is Only 7 Operational Against The Requirement Of 15 041124

શહેરમાં ફાયર સ્ટેશનની હાલત કફોડી 15ની જરૂરિયાત સામે માત્ર 7 કાર્યરત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીસની હાલત કથળી રહી છે અને વસતીના પ્રમાણમાં 15 ફાયર સ્ટેશનની જરૂરિયાત સામે ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર સાથે સાત જ ફાયર સ્ટેશનથી કામ ચલાવવામાં આવી રહ્યું છે.

આગ અને આપત્તિના સમયમાં બચાવની કામગીરી ફાયર બ્રિગેડ કરી રહ્યું છે.પાણીની ટેન્કરો પહોંચાડવી હોય તોપણ તેની જવાબદારી ફાયર બ્રિગેડના શિરે છે. આ સિવાય, શહેરની આસપાસના મહાકાય ઔદ્યોગિક એકમોમાં કોઇ ઘટના ઘટે તો ત્યાં બચાવ કામગીરી માટે ફાયરબ્રિગેડને જ દોડવું પડે છે.ફાયર બ્રિગેડની વડી કચેરી દાંડિયાબજારથી ખસેડીને સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં ખસેડાઈ છે તે નોંધનીય છે. દાંડિયાબજાર ખાતે ફાયરબ્રિગેડની વડી કચેરીનું બિલ્ડિંગ જમીનદોસ્ત કરીને ત્યાં પતરાના શેડ લગાડવાની તસદી લેવાઇ નથી અને તેના કારણે ફાયરબ્રિગેડનાં વાહનો ખુલ્લામાં પડી રહ્યાં છે. તેવી જ રીતે, લાશ્કરો પણ આ બિલ્ડિંગ તોડી નાંખ્યા બાદ અન્ય વિસ્તારોમાં રહેવા જતા રહ્યા છે અને તેના કારણે ઇમર્જન્સીમાં અગાઉ ઘડીના છઠ્ઠા ભાગમાં જવાનો હાજર થતા હતા તેમાં હવે સમય લાગી રહ્યો છે.

ફાયર બ્રિગેડમાં 1980માં ચાર ફાયર સ્ટેશન હતાં અને તે સમયમાં જે મહેકમ હતું તેટલું જ હાલમાં છે. શહેરમાં હાલમાં ફાયર સ્ટેશન ચારનાં સાત થયાં છે ત્યારે 552ની સંખ્યા સામે 224 જગાઓ પર કર્મચારીઓ છે એટલે કે 50 ટકા જગા ખાલી પડી છે. જેેમાંયે, 32 કર્મચારીઓ ઇઆરસીમાં આપવામાં આવતા દુુકાળમાં અધિક માસ જેવી હાલત છે.

એટલું જ નહીં, નિયમ મુજબ દર 11 ચોરસ કિલોમીટરે અથવા 50 હજારની વસતીએ એક ફાયર સ્ટેશનની જરૂરિયાત છે અને તે મુજબ શહેરને 15 ફાયર સ્ટેશનની જરૂરિયાત છે.

7 વર્ષની ઓદ્યોગિક દુર્ઘટનામાં આ વર્ષે સૌથી વધુ 23 કામદારોનાં મોત
બિઝનેસ રિપોર્ટર| વડોદરા

રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત શહેરના એક્ટીવીસ્ટ અંબાલાલ પરમાર દ્વારા શહેરની ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ પાસેથી શહેર જીલ્લામાં આવેલ ઓદ્યોગિક એકમોમાં થયેલ દુર્ધટના અંગેની માહિતી માંગવામાં આવી હતી.જેમાં જાન્યુઆરી 2012 થી લઇને ડિસેમ્બર-2018 સુધીના ઓદ્યોગિક દુર્ધટના અંગેની માહિતી આપવામાં આવી હતી.જેમાં વાત બહાર આવી હતી કે,છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ કામદારોના મોત વર્ષ 2018માં થયા હતા.કુલ 23 શ્રમયોગીઓએ તેમના જીવ 2018માં ગુમાવ્યા હતા.

વર્ષ 2012 થી 2018 સુધીમાં કુલ 55 કારખાનાઓમાં દુર્ધટનાઓ ધટી હતી.જેમાં 78 શ્રમજીવીના મોત થયા હતા અને 24 શ્રમજીવીઓ ઇજાગ્રસ્ત થયા હતા.કુલ 83 જેટલા કોર્ટ કેસો થયા હતા.

ઓદ્યોગિક એકમોમાં થયેલ દુર્ઘટનામાં ઇજા-મૃત્યુની યાદી
વર્ષ કારખાનાઓ મૃત્યુ ઇજાગ્રસ્ત

પામેલા શ્રમજીવી શ્રમજીવી

2012 10 11 ---

2013 08 08 ---

2014 10 11 ---

2015 05 07 06

2016 10 10 03

2017 08 08 01

2018 14 23 14
અન્યાયનો ભોગ બનેલા ડ્રાઇવરોએ રજૂઆત કરી
ફાયર બ્રિગેડમાં કોન્ટ્રાકટ પર 45 ડ્રાઇવરો ફરજ બજાવી રહ્યા છે અને તેમાંથી મોટા ભાગના ડ્રાઇવરો છેલ્લાં દસ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. 1997માં 14 કાયમી ડ્રાઇવરોની ભરતી થઇ હતી અને ત્યારબાદ કાયમી ભરતી થઇ નથી. કોન્ટ્રાકટના ડ્રાઇવરોને માસિક રૂા.8 હજારથી 10 હજારનો પગાર મળે છે અને તેમાંયે છેલ્લા અઢી મહિનાથી પગાર માટે વલખાં મારી રહ્યા છે. જેથી, આ કોન્ટ્રાકટના ડ્રાઇવરોએ મહિલા કોંગી કાઉન્સિલર પુષ્પા વાઘેલાને રજૂઆત કરી આવેદનપત્ર આપી ન્યાય અપાવવા માટે માંગણી કરી હતી.

સીએફઓ નથી ત્યારે નિર્ણય કોણ લે ω?
ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હિતેશ ટાપરિયા સસ્પેન્ડ છે તો ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દીપક ગુંજાલ નિવૃત્ત થયા બાદ કોન્ટ્રાકટ આધારિત ફરજ પર પુન: નિયુક્ત કરાયા છે. ફાયર બ્રિગેડનાં વાહનો સહિતની કામગીરીની જવાબદારી ચીફ ફાયર ઓફિસરની હોય છેે.

ચાર વર્ષથી યુનિફોર્મ મળ્યા નથી
છેલ્લાં ચાર વર્ષથી ફાયર બ્રિગેડના જવાનોને યુનિફોર્મ અપાયા નથી 26ના રોજ પ્રજાસત્તાક દિવસે પણ કોણ યુનિફોર્મ પહેરશે તે ગોઠવવું ચીફ ફાયર ઓફિસરને અઘરું પડી રહ્યું છે. તે માટે મ્યુ.કમિશનરનું લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યું છે.’’ - ચિરાગ ઝવેરી, સિનિયર કોંગી કાઉન્સિલર

જિલ્લા પંચાયતની સભામાં રેતી અને સ્ટેમ્પ ડ્યૂટીનાં કામોને મંજૂરી અપાશે
સિટી રિપોર્ટર | વડોદરા

વડોદરા જિલ્લા પંચાયતમાં 7 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગે સામાન્ય સભાનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં ઓક્ટોબર 2018ના રોજ મળેલી સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયોને બહાલી આપવામાં આવશે. આ ઉપરાંત રેતી અને સ્ટેમ્પ ડ્યૂટીનાં કામોને પણ મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 27 ડિસેમ્બરના રોજ જિલ્લા પંચાયતમાં કારોબારીની મીટિંગ યોજાઈ હતી,જેમાં પંચાયત હસ્તકની જમીનોને ફેન્સિંગ કરવાનો નિર્ણય લેવાયો હતો.

જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ એમ.આઇ.પટેલના જણાવ્યા અનુસાર સામાન્ય સભામાં કુલ 7 વિષયો પર નિર્ણયો અને ચર્ચા કરવાની છે. જેમાં 11 ઓક્ટોબર 2018ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં નિર્ણયોને બહાલી આપવી મુખ્ય રહેશે. આ ઉપરાંત 1 કલાક પ્રશ્નોત્તરી ચાલશે. જે બાદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની કાર્યવાહીને નોંધ વંચાણે લઈ બહાલી આપવાની કાર્યવાહી કરાશે. જ્યારે જિલ્લાના વિવિધ તાલુકાઓની નર્મદા વસાહત અને તેની સરકારી મિલકતનો ગ્રામ પંચાયતોમાં સમાવેશ કરવા નિર્ણય લેવાશે.

ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા સંદર્ભે CCTVની માહિતી મંગાવાઇ
એજ્યુકેશન રિપોર્ટર| વડોદરા

ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા પ્રથમ વખત ધો-12 સાયન્સના વિષયોની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના સુચારુ વ્યવસ્થાપન માટે બોર્ડ દ્વારા શાળાઓ પાસેથી સીસીટીવી અને લેબોરેટરીમાં વ્યવસ્થા અંગેની માહિતી મંગાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અત્યાર સુધી બોર્ડના સાયન્સ વિષયોની પરીક્ષા શાળા દ્વારા લેવામાં આવતી હતી.પરંતુ પ્રથમ ‌વખત ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા ધો-12 સાયન્સના ત્રણે વિષયોની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.પ્રેક્ટિકલ પરીક્ષાની પૂર્વતૈયારીના ભાગ રૂપે બોર્ડ દ્વારા શા‌ળાઓ પાસેથી સીસીટીવી અને લેબોરેટરીની વ્યવસ્થા અંગેની માહિતી મંગાવવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રેક્ટિકલ પરીક્ષા બે બેચમાં લેવામાં આવશે.બેચ દીઠ 20 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.પરીક્ષા પહેલાં જરૂરી તમામ સગવડો અંગેની ખાતરી કરવા માટે બોર્ડ દ્વારા માહિતી મંગાવવામાં આવી રહી છે.

ભારતીય રેલવેઝની નેશનલ અકાદમીના મહિલા કલ્યાણ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓબ્સ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયાના સહયોગથી ભારત સરકારના‘ બેટી બચાવો બેટી પઢાવો‘ ના સ્વપ્નને સાકાર કરવા જાગૃતિતી વધારવા માટે ગુરુવારે લાલબાગ રેલવે એકેડમી ખાતે જાગૃતિ પરેડ યોજાઇ હતી. એનએઆઇઆરના ઉચ્ચ અધિકારી સહિત અંદાજે 200 વ્યક્તિ જોડાઈ હતી.

સેવાતીર્થ સંસ્થાએ 3 હજારને સ્વરોજગારની તાલીમ આપી
તરસાલીમાં દિવ્યાંગો માટે નવાં ચાર તાલીમ કેન્દ્રોનું 6ઠ્ઠીએ ઉદ્ઘાટન કરાશે
સિટી રિપોર્ટર| વડોદરા

તરસાલી-ધનિયાવી રોડ પર સ્થિત સેવાતીર્થ સંસ્થા દ્વારા 6 જાન્યુઆરીના રોજ દિવ્યાંગોને કથાકાર રમેશભાઈ ઓઝાના હસ્તે સાધન-સહાય વિતરણનું આયોજન રાખવામાં આવ્યું છે. સેવાતીર્થ સંસ્થા દ્વારા દિવ્યાંગોને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ ડેટા એન્ટ્રી ઓપરેટર,સેલ્ફ એમ્પ્લોઇડ સ્યુઇંગ હેન્ડ એમ્બ્રોઇડરી અને રિટેલ એસોસિએટની તાલીમ કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરાશે. સેવાતીર્થ સંસ્થાના પ્રમુખ પુરુષોત્તમ પંચાલના જણાવ્યા અનુસાર, દિવ્યાંગોના સર્વાંગી વિકાસ માટે સેવાતીર્થ સંસ્થા છેલ્લાં 38 વર્ષથી કાર્યરત છે. સંસ્થા દ્વારા દિવ્યાંગોને પોતાની સંસ્થામાં મફત શિક્ષણની સાથોસાથ તેઓ નોકરી અને વેપાર કરી શકે તે માટેની પણ તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધી સંસ્થાએ 3000 દિવ્યાંગોને રોજગાર-સ્વરોજગાર બાબતની તાલીમ આપી છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા 900 જેટલા રક્તપિત્તનાં દર્દીઓની સારવાર પણ કરવામાં આવી છે. સંસ્થામાં ચાલતાં વિવિધ તાલીમ કેન્દ્રોમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ ચાર ટ્રેડ ડેટા એન્ટ્રી ઓપરેટર, રીટેલ એસોસિએટ, સેલ્ફ એમ્પ્લોઇડ સ્યુઇંગ અને હેન્ડ એમ્બ્રોઇડરીના નવાં તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યાં છે.રવિવારે યોજાનારા કાર્યક્રમમાં રમેશભાઈ ઓઝા ઉપરાંત મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વડોદરા, શનિવાર, 05 જાન્યુઆરી, 2019

| 2
અન્ય સમાચારો પણ છે...