- Gujarati News
- National
- Vadodara News The Excuse For Investing In The Business Has Been Recovered From Rs 075537
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધંધામાં રોકાણના બહાને 7 જણા પાસેથી Rs.10 લાખ પડાવી લીધા
શહેરના અકોટા દિનેશ મિલ પાછળ પટેલ કોલોનીમાં રહેતા ભાવિન ખંડેલવાલે શાકભાજીના હોલસેલ ધંધામાં સ્લીપિંગ પાર્ટનરના નામે શહેરની સાત વ્યક્તિઓ પાસેથી પૈસા લઇ 1004500 રૂપિયા લીધા બાદ પરત ના કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
ગોત્રી શ્રીનાથ બંગલોઝમાં રહેતા કોચિંગ ક્લાસ ચલાવતા હરીન હર્ષદરાય વડોદરિયાએ લક્ષ્મીપુરા પોલીસમાં ભાવિન ખંડેલવાલ સામે ફરિયાદ નોંધાવી હતી કે એક વર્ષ પહેલાં ભાવિન સાથે અખબારમાં જાહેરાત દ્વારા ઓળખાણ થઇ હતી. અને તે તેમને મળ્યો હતો. ભાવિને તેના શાકભાજીના હોલસેલ ધંધામાં સ્લીપિંગ પાર્ટનર તરીકે પૈસા રોકવા જણાવી તબક્કાવાર 437500 રૂપિયા નોટરાઇઝ કરીને લીધા હતા. જોકે તેણે 1.41 લાખ જ ચૂકવ્યા હતા પણ બાકીના પૈસા ચૂકવ્યા ન હતા. આ ઉપરાંત ભાવિને જયેશ રાજેન્દ્ર માંકડ પાસેથી 42 હજાર, શંકરભાઇ મુલચદંભાઇ ચૌહાણ પાસેથી 2.75 લાખ, રીમાબેન શંકરભાઇ ચૌહાણ પાસેથી 1.80 લાખ, અનુરાધા કિરણ કેલકર પાસેથી 90 હજાર, દિપક મેઘાભાઇ પરમાર પાસેથી 76 હજાર અને રાશિદઅલી આહીરઅલી સૈયદ પાસેથી આ પ્રકારે કરાર કરીને 45 હજાર લીધા હતા. જોકે તેમને પણ તેણે પૈસા ચૂકવ્યા ન હતા. આ તમામ લોકોના 1004500 રૂપિયા નહીં ચૂકવતાં લક્ષ્મીપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી હતી.