તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

િસગ્નલને બરાબર જોઈ ન શકતાં ડ્રાઇવરને ચાલુ ટ્રેને ઉતારી પડાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રીપોર્ટર | વડોદરા

વડોદરા અને કોટા વચ્ચે દોડતી લોકલ ટ્રેન (જે કોટા પાર્સલ તરીકે ઓળખાય છે)માં આસીસ્ટન્ટ ડ્રાઇવર રેલવે સિગ્નલ જોઈને બરાબર કામ ના કરી શકતાં રેલ પ્રવાસીઓની સુરક્ષાને લઈ તેને રેલવે અધિકારીએ ચાલુ ટ્રેને ટ્રેનમાંથી ઉતારી મુકયો હતો ઘટનાની વિગતો એવી છે કે ‘19મી ફેબ્રુઆરીના રોજ વડોદરા રેલવે ડિવિઝનના ટોચના ઇલેકટ્રીકલ એન્જીનીયર કોટા પાર્સલ ટ્રેનમાં ઇન્સ્પેકશન માટે ગયા હતા ત્યારે ટ્રેનમાં લોકો પાયલટ અને આસીસ્ટન્ટ પાયલટ હાજર હતા. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી ઉપડી હતી. દરમિયાન ટ્રેનનો આસીસ્ટન્ટ લોકો પાયલટ રેલવે તંત્ર દ્વારા અપાતાં સિગ્નલ સમજી ના શકતાં ઇન્સ્પેકશનમાં આવેલા રેલ અધિકારી ચોંકી ઉઠયા હતા.રેલવે સિગ્નલ સમજી ના શકતાં સહાયક લોકો પાયલટના કારણે ટ્રેનના પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ તેને પ્રથમ સ્ટેશન આવતાં જ અધિકારીએ ટ્રેનમાંથી ઉતારી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો