તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Doctor Was Released In The Case Of Nri Girl Death In Bharuch 041613

ભરૂચમાં NRI બાળાના મૃત્યુ કેસમાં તબીબને છોડી મુકાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ | ભરૂચના મિરાજ એમઆરઆઇ એન્ડ સીટી સ્કેન સેન્ટરમાં એમઆરઆઇ દરમિયાન નવ માસની NRI બાળકીના મોતની ઘટનામાં પરિવારે પોલીસ ફરિયાદ ન નોંધાવતાં નિવેદન લઇ તબીબને છોડી મુકાયાં હતાં. સાઉથ આફ્રિકામાં રહેતાં ઇરફાન પટેલના પત્ની શીફાબેન તેમની નવ માસની દીકરી ઇકરાની સારવાર માટે ભારતમાં આવ્યાં હતાં. તેઓ પરિએજ ગામે તેમની સાસરીમાં રહેતાં હતાં. ઇકરા બરાબર બેસી શકતી ન હોવાથી તેને વડોદરાના તબીબને બતાડતા તેમણે એમઆરઆઇ કરાવવાની સલાહ આપી હતી. ગુરૂવારે ભરૂચના સેવાશ્રમ હોસ્પિ.ના મિરાજ સેન્ટરમાં ઇકરાને MRI માટે લવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...