તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Devotees Saw The Blessings In The Temples Before Dutt Jayanti 081213

દત્ત જયંતી પર્વે મંદિરોમાં ભક્તોઅે દર્શન કરીને ધન્યતા અનુભવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
11 ડિસેમ્બર,માગશર સુદ ચૌદશના દિવસે શહેરમાં શ્રી દત્ત જયંતીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. રંગઅવધૂત પરિવાર, કીર્તિ મંદિર કુબેરેશ્વર દત્ત મંદિર તેમજ સયાજીગંજમાં આવેલ ત્રિમુખી દત્ત મંદિર દ્વારા દત્તાત્રેય ભગવાનના પાદૂકા પૂજન, શ્રી દત્ત જન્મનું કિર્તન તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોઅે બુધવારના રોજ વહેલી સવારથી જ શહેરના વિવિધ દત્ત મંદિરોમાં જઈને ભગવાન દત્તાત્રેયના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

રંગ પરિવારના મુજબ, જેમ મહાદેવને પ્રિય બિલિપત્ર, કૃષ્ણને પીપળો અને વડવાઓ નો વાસ વડમાં, તેમ પરમગુરૂ દત્તનો વાસ ઔદુમ્બરમાં રહેલો છે. જેથી દત્ત જયંતી નિમિત્તે શહેરમાં અનેક સ્થળો પર ઔદુમ્બર વૃક્ષનું પણ પૂજન તથા રંગ પરિવારના સભ્યોઅે પોતાના વિસ્તારમાં દત્તયાજ્ઞ અને દત્ત પાદુકા કર્યું હતું.

દત્ત જયંતી નિમિત્તે કીર્તિ મંદિર કુબેરેશ્વર દત્ત મંદિર અને સયાજીગંજ ખાતે આવેલ ત્રિમુખી દત્ત મંદિરમાં કિર્તન,કથા અને પાદુકા પૂજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...