તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશમાં બીમાર પાલતુ પ્રાણીને ઇચ્છા મૃત્યુ મળી શકે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયાની યુનિ.ના 14 વેટરનરી સ્ટુડન્ટ્સ અને 3 ખ્યાતનામ વેટરનરી ડોક્ટર્સ વડોદરામાં મૂંગાં પ્રાણીઓ માટે કામ કરતી એક સંસ્થામાં વોલન્ટિઅર તરીકે જોડાયા છે. બે અઠવાડિયા માટે આવેલા આ ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ છેલ્લા ચાર દિવસથી રખડતા કૂતરાઓના ખસીકરણની કામગીરીથી લઈને સંસ્થામાં સારવાર મેળવી રહેલા કૂતરાઓની તમામ તકેદારી રાખે છે.

વડોદરા શહેરથી થોડે દૂર આવેલ ભાયલી ગામમાં આવેલા વડોદરા સેન્ટર ફોર એનિમલ રેસ્ક્યુ નામનું એન.જી.ઓ છેલ્લાં 20 વર્ષથી શહેરમાં રખડતા કૂતરાઓ અને મૂંગાં પ્રાણીઓને સારવાર આપવાનું અને તકેદારી રાખવાનું કામ કરે છે. સંપૂર્ણ રીતે ડોનેશન પર ચાલતી આ સંસ્થામાં છેલ્લાં બે વર્ષથી વિશ્વભરમાં પ્રાણીઓ માટે કામ કરતા એક્ટિવિસ્ટ અને વેટરનરી ડોક્ટર એરિકા સુલિવાન મુલાકાત લઇ રહ્યા છે. અત્યાર સુધી વિશ્વના 20થી વધારે દેશોમાં પ્રાણીઓની સારવાર અને તકેદારી માટેની કામગીરી કરનાર ડૉ. એરિકાના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી દેશોમાં રખડતાં પ્રાણીઓ જોવા નથી મળતા, પરંતુ માલિકી ધરાવનાર પાલતુ પ્રાણીઓ જ્યારે બીમાર પડી જાય કે પછી ઘાયલ થઇ જાય ત્યારે માલિકની ઇચ્છા પ્રમાણે તેમને મૃત્યુ આપવામાં આવે છે. ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં સિનારિયો અલગ પ્રકારનો છે. અહીં માલિકો અને લોકો રખડતાં પ્રાણીઓ માટે એટલી હદ સુધી જાગૃત છે કે તેઓ સારવાર માટે પણ વિચારે છે. આ ઉપરાંત પોતાની 9 વર્ષ અને 11 વર્ષની બાળકીઓ સાથે આવેલા ડૉ. નાઈજલ સ્ટેયનના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી દેશોમાં વેટરનરી ડોક્ટર બનવાના અભ્યાસનું પ્રેક્ટિકલ નોલેજ ન મળતું હોવાથી ઓસ્ટ્રેલિયાની એડીલેઈડ યુનિ.ના વેટરનરી કોલેજના 14 વિદ્યાર્થીઓને પણ તેમની સાથે લાવવામાં આવ્યા છે. આ 13 વિદ્યાર્થીઓ વી કેરમાં કૂતરાઓના ખસીકરણ સાથે ઉત્તરાયણ સમયે ઘાયલ થનાર પક્ષીઓની પણ સારવાર કરશે.

શહેરમાં રખડતાં કૂતરાઓનું ખસીકરણ કરવા ખાસ ઓસ્ટ્રેલીયાથી 32 ડોક્ટરોની ટીમ આવી છે.

અન્ય સમાચારો પણ છે...