તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Defense Minister Will Honor The Death Of The Youth On 22nd May 040616

યુવકનો જીવ બચાવનાર ભર્ગસેતુનું 22મીએ સંરક્ષણ મંત્રી સન્માન કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસલપુર ખાતે આવેલ મહી નદીમાં ડૂબતા યુવકને 20 ફૂટ ઊંડેથી બહાર લાવીને જીવનદાન આપનાર યુવતી ભર્ગસેતુ શર્માને તેની બહાદુરી બદલ રક્ષામંત્રી પદક એનાયત કરવામાં આવશે.ગુજરાતમાંથી પ્રથમ વખત યુવતીને રક્ષામંત્રી પદકના બહુમાન માટે પસંદ કરવામાં આવી છે.ગુજરાતમાંથી અગાઉ 2001 માં અમદાવાદના યુવકને તેની બહાદુરી બદલ રક્ષામંત્રી પદક આપવામાં આવ્યો હતો.ભર્ગસેતુ શર્માને 22 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે રક્ષામંત્રી નિર્મલા સિતારામનના હસ્તે બહુમાન એનાયત કરાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 13 મે-2018ના રોજ રસલપુર ખાતે આવેલી મહી નદીના કિનારાના વિસ્તારમાં વડોદરાના યુવકો નાહવા પડ્યા હતા.એક યુવક નાહતાં નાહતાં તણાયો હતો અને 20 ફૂટ ઊંડે સુધી પહોંચી ગયો હતો.ડૂબતા યુવકને બચાવવા માટે સ્થળ પર હાજર અન્ય યુવકો દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી.દરમિયાન એનિમલ રેસ્ક્યુ ટીમ સાથે રસલપુર મહી નદી કિનારા પર ફરવા આવેલ ભર્ગસેતુ શર્માએ ડૂબતા યુવકને બચાવવા માટે નદીમાં ઝંપલાવ્યું હતું.

ભર્ગસેતુ શર્માએ ડૂબતા યુવકને 20 ફૂટ ઊંડેથી બહાર લાવીને તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી.જેમાં તેણે તેને સી.પી.આર આપીને તેનો જીવ બચાવ્યો હતો.30 મિનિટની તાત્કાલિક સારવાર બાદ યુવક સ્વસ્થ થયો હતો.યુવકે ત્યાર બાદ, હું આ કર્જ કદી નહીં ચૂકવી શકું તેમ કહીને ભર્ગસેતુનો આભાર માન્યો હતો.આમ, જીવવાની આશા ગુમાવી દીધેલા યુવકને તેણે બહાદુરીપૂર્વક બચાવી અને જીવનદાન આપ્યું હતું.

ભર્ગસેતુ શર્મા એન.સી.સી.ના નવલ યુનિટમાં કેડેટ કેપ્ટન છે.રક્ષામંત્રી પદક માટે અગાઉ વર્ષ 2001 માં અમદાવાદના યુવકની પસંદગી કરવામાં આવી હતી.ત્યાર બાદ 2019માં શહેરની ભર્ગસેતુ શર્માને બહાદુરી બદલ રક્ષામંત્રી પદક માટે સિલેક્ટ કરવામાં આવી હતી.22 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામનના હાથે ભર્ગસેતુને મેડલ આપીને બહુમાન કરવામાં આવશે.ભર્ગસેતુ શર્માને તેની બહાદુરી બદલ અનેક એવોર્ડ અને બહુમાન આપવામાં આવી ચૂકાયાં છે.તેની સાથે ભર્ગસેતુ રાજ્યની અનેક યુવાનોને પ્રોત્સાહન આપવા માટે ટોક શોમાં પણ ભાગ લેતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...