તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Decision Will Be Taken Today On The Strike Of Health Workers 081049

આરોગ્ય કર્મીઓની હડતાળ મામલે આજે નિર્ણય લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા આરોગ્યના 900 કર્મચારીઓ દ્વારા 13 પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યાં છે. હડતાલને 10 દિવસ ઉપર થઈ ગયા બાદ ગુજરાત રાજ્ય મહાસંઘના હોદ્દેદારો સાથે આરોગ્ય કમિશનર ગુરૂવારના રોજ ગાંધીનગર ખાતે બેઠક કરશે. જેમાં આરોગ્યના કર્મચારીઓની માંગણીઓ પર ચર્ચા કરાશે.

આ બેઠક બાદ જ હડતાલ ચાલુ રહેશે કે બંધ થશે તેનો નિર્ણય લેવાશે તેમ વડોદરા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સંજય રાઉલજીઅે જણાવ્યું હતું.

બીજી તફર રાજ્ય મહેસૂલી કર્મચારી વર્ગ-3ના 277 કર્મચારીઓ 9 ડિસેમ્બરથી પડતર માંગણીઓના મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યાં હતાં. હડતાલના ત્રીજા દિવસે બુધવારના રોજ મહેસૂલી કર્મચારીઓ દ્વારા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ સત્યનારાણ કથાનું યોજી પ્રભુને પ્રાર્થના કરી હતી કે, તેઓના પડતર પ્રશ્નો ઉકેલાય તે માટે સરકારને સદબુધ્ધિ આપે.

અન્ય સમાચારો પણ છે...