તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News The Court Says We Have Possession Traders Say It Can Not Be Given To Anyone 033156

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટ કહે છે, કબજો અમારી પાસે જ છે વેપારીઓ કહે છેે, તે કોઇને ન અપાય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યાયમંદિરમાં પોલીસ વિભાગની એન્ટ્રીની હિલચાલના મુદ્દે આજે આ વિસ્તારના વેપારીઓએ મળીને આગામી દિવસોમાં રણનીતિ તૈયાર કરવા અંગે અનૌપચારિક ચર્ચા કરી હતી. જોકે ન્યાયમંદિરની ઇમારતનો કબજો હજી પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, વડોદરા પાસે જ છે. જ્યારે વેપારીઓનું કહેવું છે કે આ કબજો કોઇને આપવો જોઇએ નહીં.

આ વિસ્તારના નાગરિકોના જણાવ્યા મુજબ હાલમાં ન્યાયમંદિર પોલીસ કે કોઇ વિભાગને ન આપી સિટી મ્યુઝિયમ તરીકે જ વિકાસ કરવો જોઇએ. વેપારી સુરેશ અમલાણીએ જણાવ્યું કે, જો પોલીસ વિભાગ અહીં આવે તો તેમનાં વાહનો આ વિસ્તારમાં પાર્ક થશે અને તેઓ જો અન્ય વાહનોને પાર્ક ન કરવા દે તો વેપારીઓને અને ગ્રાહકોને મોટી સમસ્યા થઇ શકે તેમ છે. જિલ્લા કોર્ટ, વડોદરાના રજિસ્ટ્રારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજના નિર્દેશથી સ્પષ્ટતા કરી છે કે ન્યાયમંદિર ઇમારતનો કબજો જિલ્લા કોર્ટ પાસે જ છે.

ન્યાયમંદિરને હેરિટેઝ જાહેર કરવાની માંગણી સાથે નરેન્દ્ર રાવત અને અમી રાવતે મંગળવારે કલેકટર કચેરી ખાતે પ્લેકાર્ડ સાથે દેખાવો કરી વિરોઘ પ્રદર્શન કર્યું હતું.

પર્યટકો સિટી મ્યુઝિયમ જોવા આવે, પોલીસ થાણું નહીં : નવચેતના સમિતિ
આ વિશે નાગરિકો વતી ન્યાયમંદિરને બચાવવાની અને તેને હેરિટેજ સ્થળ તરીકે સંરક્ષિત કરીને સિટી મ્યુઝિયમ બનાવવાની માગણી કરતી નવચેતના સમિતિનું કહેવું કે , સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ બાદ વડોદરાનું પણ મહત્ત્વ વધ્યું છે. કારણ કે, વિદેશી જો આ સ્ટેચ્યૂ જોવા આવે તો વડોદરા આવે છે. આ સ્થિતિમાં ધીમે ધીમે હેરિટેજ ઇમારતોને નષ્ટ કરવામાં આવે કે સરકારી ખાતાંઓને સોંપવામાં આવે તો તેની હેરિટેજ તરીકેની ઓળખ ભૂંસાઇ જાય. લોકો ન્યાયમંદિરને હેરિટેજ જોવા આવી શકે પણ પોલીસ થાણાને નહીં. હાલમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ઇમારતો શહેરના બીજા ખુલ્લા વિસ્તારમાં ખસેડવામાં આવી રહી છે ત્યારે અહીં ઊલટો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

બંબાખાનાની જગાનો ઉપયોગ કરો
બંબાખાનાની જગ્યામાં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવામાં આવે તો આ વિસ્તારની પાર્કિંગની સમસ્યા દૂર થઇ શકે. અમે બુધવારે ફ્લેક્સ સાથે ન્યાયમંદિરની ફરતે અન્ય કોઇને ન સોંપવાની માગણી સાથે વિરોધ કરીશું. પરેશ પરીખ, કન્વીનર, વડોદરા વેપાર વિકાસ એસોસિયેશન.

હેરિટેજ પ્રેમીઓ સામૂહિક સ્ટ્રાઇક કરે
ન્યાયમંદિર એ વડોદરાનો ઐતિહાસિક વારસો છે. તેનું સંરક્ષણ થાય તે જોવા તંત્રને ચેતનવંતુ રાખવા હેરિટેજ પ્રેમીઓની, નાગરિકોની ફરજ છે. ન્યાયમંદિરને બચાવવા હેરિટેજ પ્રેમીઓ ભેગા થાય અને સામૂહિક સ્ટ્રાઇક કરે. કીર્તિ પરીખ, નવચેતના સમિતિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો