તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાઉન્સિલરોના પોતાના ઘર સેનેટાઈઝ કરવા ધમપછાડા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોમ કવોરોન્ટાઇન નાગરિકોના ઘરમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેનો લાભ લેવા માટે ભાજપ-કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે.

ફાયરબ્રિગેડ તરફથી ફાળવવામાં આવતી ટેન્કનો રૂટ વોર્ડ સ્તરેથી નક્કી કરાય છે ત્યારે પોતાના વિસ્તારમાં લઇ જવા માટે કાઉન્સિલરો વચ્ચે ખેંચતાણ જામી રહી છે. ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ(જય રણછોડ)ના યુકેથી પરત ફરેલા પુત્ર માૈર્યને માંજલપુરમાં ઘરે હોમ કોરોન્ટાઇન કરાયો છે. આ કાઉન્સિલરના ઘરે દવાનો છંટકાવ કરવા માટે ટેન્ક મોકલવામાં આવી હતી અને તેનો લાભ નજીકના તેમના સગાને પણઅપાયો હતોે. બે દિવસ પહેલા ડેપ્યુટી મેયર ડો.જીવરાજ ચાૈહાણે પણ આસપાસ હોમ કોરોન્ટાઇન હોવાની આશંકા વ્યકત કરીને પોતાની સોસાયટી તેમજ ઘરે ફાયરબ્રિગેડ દ્વારા દવાનો છંટકાવ કરાવ્યો હતો.

પુુત્ર હોમ ક્વોરન્ટાઇન થતાં જય રણછોડે પોતાના અને સગાના ઘરે પણ પાલિકાના ખર્ચે દવા છંટાવી

પ્રજાનું જે થવાનું હોય તે થાય !
અન્ય સમાચારો પણ છે...