તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Constable Did Not See Him Leaving The Hungry Despite The Birth Of His Daughter 072057

પુત્રી જન્મી છતાં ભૂખ્યાંને જમાડવાનું છોડી તેને જોવા ન ગયા કોન્સ્ટેબલ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_સ્વખર્ચે હિજરત કરતા અને ભૂખ્યા લોકોને ખીચડી જમાડે છે આર.એસ.ગલસર.*photocaption*

pride of police
સિટી રિપોર્ટર . વડોદરા


શહેરમાં લોકડાઉનની સ્થિતીની વચ્ચે જીઆઇડીસી તથા જીલ્લામાં અલગ અલગ સ્થળોએ મજુરી કામ કરી રહેલા લોકો પોતાના વતન તરફ જવા ઉતાવળા બન્યા છે અને મોટી સંખ્યામાં હિજરત કરી રહ્યા છે. આ સ્થિતીમાં અટલાદરા ચેકપોસ્ટ પર પોલીસકર્મી સ્વખર્ચે હિજરત કરી રહેલા લોકો માટે સતત ખીચડી બનાવીને આપી રહ્યા છે. જો કે આ કાર્યમાં જોતરાયેલા પોલીસ કર્મીના ઘરે શુક્રવારે જ પુત્રીનો જન્મ થયો છે પણ તે પુત્રીનો ચહેરો પણ જોઇ શકયો નથી. માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ આર.એસ.ગલસર અટલાદરા ચેક પોસ્ટ પર હાલ પોતાના ખર્ચે હિજરત કરી રહેલા મજુરોને ખીચડી પુરી પાડી તેમની આંતરડી ઠારી રહ્યા છે. પોલીસ કર્મી ગલસરના ઘરે પુત્રીનો જન્મ થયો હોવા છતાં તે હજુ ઘરે જઇ શકયા નથી.

હાલની સ્થિતીમાં દરેક પોલીસ કર્મચારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યો છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ગલસરે પણ ઘરે જવાને બદલે વોટસએપ પર જ પોતાની દીકરીનો ફોટો મંગાવીને જોયો છે. તેમના પત્ની પણ હાલ દવાખાનામાં જ છે, પરંતુ તેઓ પત્નીની સંભાળ લેવા પણ જઇ શકયા નથી.

પોલીસકર્મીઓ જરુરીયાતમંદોને ફુડ પેકેટ પહોંચાડી રહ્યા છે ત્યારે પોલીસ કર્મીની માનવતાવાદી છબી પણ ઉજાગર થઇ છે.
અન્ય સમાચારો પણ છે...