તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Committee Was Formed To Amend The Structure Of The Lawyer39s Body 034616

વકીલ મંડળના બંધારણમાં સુધારો કરવા સમિતિ રચાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા વકીલ મંડળની શનિવારે મળેલી બેઠકમાં વકીલ મંડળના બંધારણમાં સુધારો કરવા માટે સમિતિની રચના કરાઇ હતી, જેમાં 22 સિનિયર ધારાશાસ્ત્રીઓની નિમણૂક કરાઇ હતી.

વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે વકીલ મંડળના નવા ચૂંટાયેલા સભ્યોની શનિવારે કારોબારી મિટિંગ યોજાઇ હતી, જેમાં કો-ઓપ્ટ મેમ્બર્સનો ઠરાવ કરાયો હતો.બેઠકમાં વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી બાબતે વિરોધ કરતો ઠરાવ કરાયો હતો અને તમામ વકીલોની સૂચના અને રજૂઆત બાદ કાર્યવાહી કરાશે તેમ નક્કી કરાયું હતું. બેઠકમાં વકીલ મંડળના બંધારણમાં સુધારો કરવા માટે ઘણા સમયથી વકીલોની માંગ હતી, જેથી બંધારણ સમિતિની રચના કરી તેમાં 22 સિનિયર ધારાશાસ્ત્રીઓની નિમણૂક કરાઇ હતી. વકીલ મંડળનો સ્વચ્છ વહીવટ થાય તે માટે રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે તેવી લાગણી હસમુખ ભટ્ટે પ્રગટ કરી હતી. બેઠકમાં ટેબલના પ્રશ્ન બાબતે તથા પાર્કિંગના પ્રશ્ન બાબતે પણ ચર્ચા વિચારણા કરી નિર્ણય કરાશે તેમ નક્કી કરાયું હતુંં.

અન્ય સમાચારો પણ છે...