તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરની હોટલ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસમાં 77%નો ઘટાડો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસની અસરને કારણે વડોદરાની હોટેલ ઇન્ડસ્ટ્રીઝને ભારે નુકસાન થયું છે. હોટેલ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીના જણાવ્યા પ્રમાણે માર્ચમાં ચાલુ વર્ષે 77 ટકા જેટલો ધંધામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

હોટેલ અગ્રણી પિયુષ શાહે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે માર્ચમાં ટૂરિઝમની સીઝનમાં 75 ટકા જેટલી ઓક્યુપન્સી (હાજરી) રહેતી હોય છે. 1 મહિનાથી કોરોનાની અસરના કારણે ગત વર્ષની સરખામણીએ એક્યુપન્સી (હાજરી) 15 ટકા સુધી અાવી પહોંચી છે. બેંક્વેટમાં નાની-મોટી પાર્ટીઓનો વ્યાપાર ચાલતો હોય છે. પરંતુ અાજે પાર્ટીઓનો બિઝનેસ 98 ટકા સુધી બંધ થવા પામ્યો છે. રેસ્ટોરેન્ટનો બિઝનેસ 10 ટકા જેટલો જ છે. અાવક સામે ખર્ચમાં વધારો થાય તેવી સ્થિતિનું સર્જન થયું છે અને હોટલ ચલાવવી મુશ્કેલ બની છે. અગાઉ ભૂકંપ વખતે અા જ પ્રકારની સ્થિતિનું સર્જન થયું હતું. ત્યારે પણ 15 ટકા સુધીની અાવક પર નિર્ભર રહેવું પડ્યું હતું. તે સમયે સ્થિતિ વધુ વણસતાં કર્મચારીઓને છુટ્ટા કરવામાં અાવ્યા હતા, પરંતુ અાજે તેવી સ્થિતિ નથી. વાઇરસની સ્થિતિ પૂર્ણ થયા બાદ હોટેલ ઇન્ડસ્ટ્રીઝને બેંકે વ્યાજની ચૂકવણી નાબૂદ કરવી જોઇએ અથવા તો રાહત અાપવી જોઇએ.

સરકાર તરફથી રાહત અપાય તેવી અાશા

અન્ય સમાચારો પણ છે...