તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના CA જરૂરીયાતમંદો અને પોલીસને બે ટંક જમાડે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_શહેરમાં રોજ કમાઇ રોજ ખાતા લોકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.*photocaption*

social work
સિટી રિપોર્ટર . વડોદરા


વડોદરાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન, ધ દિવ્ય ગ્રૂપ ઓફ કંપની, દિયાંશ ફાઉન્ડેશન, કુબેરેશ્વર યુવક મંડળ અને સત્પ્રેરણા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કોરોના વાઇરસ મહામારી સામે લડત આપવા માટે દેશના વડાપ્રધાનને જે લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે આ મહામારી સમયે જરૂરિયાતમંદ લોકો અને લોકોનું રક્ષણ કરતા પોલીસ જવાનો સાથે ડોક્ટરોને ફૂડ પેકેટ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અંગે માહિતી આપતા આઈ.સી.એ.આઈ.ના ચેરમેન સીએ કૃણાલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલ સુધી દેશના દરેક નાગરીકોને લોકડાઉન થવાનું કહ્યું છે ત્યારે રોજે કમાઈને ખાનારા લોકો સહિત આવી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નહીં ચૂકનારા પોલીસ કર્મચારીઓ અને ડોક્ટરોને અમે દિવસમાં બે વખત ભોજન અને એક વખત નાશ્તો પહોંચાડીએ છીએ. અમે 20 ટીમમાં 80 લોકો ભેગા થઈને ચાર દિવસમાં 1500થી વધુ ફરસાણના પેકેટ, 2000થી વધુ પુરી શાકના પેકેટ અને 500થી વધારે થેપલાંના પેકેટ લોકોને વહેંચી ચુક્યા છે. શહેરના વાઘોડિયા, માંજલપુર, મકરપુરા, ફતેગંજ, ગોત્રી, વડસર, કારેલીબાગ, દંતેશ્વર અને તરસાલી વિસ્તારના લોકો અને ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને વાઇરસની અસર ના થાય તે માટે સેનિટાઇઝર પણ આપીએ છીએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા સમગ્ર દેશમાં આ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. 14 એપ્રિલ સુધી સતત લોકોને અમે મદદ કરીશું. જે લોકોને ખરેખરમાં જરૂર છે તેઓને અમે મદદ કરીશું. જે માટે શહેરીજનોએ 9824056652, 94260 35785 અને 84693 99672 નંબર પર સંપર્ક કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...