તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમામાં બાળાને અડપલાં કરી સોનાની જડ લૂંટનાર ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમા ગાયત્રીનગરમાં બાળકીને રૂ. 5ની લાલચ આપી દુષ્કર્મનો પ્રયાસ કરી સોનાની જડ લૂંટનાર નરાધમને સમા પોલીસે ઝડપી પાડ્યો છે.

પંચમહાલનાે શ્રમજીવી પરિવાર સમા ગાયત્રીનગરમાં રહે છે. ગઈ કાલે તેઓની બે દીકરીને ઘરે મૂકીને પરિવાર દવાખાને ગયાે હતાે. બંને બાળકી રમતી હતી તે સમયે ગાયત્રીનગરમાં રહેતાે પ્રવીણ બારિયા આવી પહોંચ્યો હતો. પ્રવીણે 11 વર્ષની બાળકીને રૂ. 10 આપી ગુટખા લાવવા કહ્યું હતું અને રૂ.5 વાપરવા આપ્યા હતા. ત્યારબાદ નજીકના ખેતરમાં લઈ જઈ અડપલાં કર્યાં હતાં. પ્રવીણ બાળકીએ પહેરેલી સોનાની જડ પણ લૂંટી ફરાર થયો હતો.પરિવાર ઘરે આવતાં બાળકીએ હકીકત જણાવી હતી. પરિવારે સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નરાધમ પ્રવીણને ઝડપી લઈ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

બાળકીને ખેતરમાં લઈ જઈ કુકર્મનો પ્રયાસ કર્યો

અન્ય સમાચારો પણ છે...