તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રીય સચિવ 11 પ્રોજેકટની સમીક્ષા કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રના હાઉસીંગ-શહેરી બાબતોના સચિવ દુર્ગાશંકર મિશ્રા ગુરુવારે બે કલાકમાં 11 પ્રોજેકટની સ્થળ વિઝીટ કરીને તેની સમીક્ષા કરશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે.

1984ની બેચના સનદી અધિકારી અને કેન્દ્રીય સચિવ દુર્ગાશંકર મિશ્રા બુધવારે રાતે વડોદરા આવી પહોંચ્યા હતા અને ગુરુવારે સવારે નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવેઝના પ્રોબેશનર્સ સાથે સંવાદ કરશે.

આ સંવાદ બાદ તેઓ મ્યુ.કમિશનર અજય ભાદુની સાથે સિટી કમાન્ડ સેન્ટર, હરણી સ્કલ્પચર પાર્ક,સુરસાગર તળાવ,માંડવી ગેટ,અકોટા દાંડિયાબજાર સોલાર રૂફટોપ,વડસર મ્યૂઝિયમ,અટલાદરા રેમીડીયલ સાઇટ,હરણી મોટનાથ તળાવ,સમા સંજયનગર,જનમહલ અને સિટી બસસ્ટેન્ડની મુલાકાત લેશે. આ સાઇટ વિઝીટ દરમ્યાન શહેરમાં થતી સફાઇની કામગીરીની ઝલક તેઓ મેળવશે.

અન્ય સમાચારો પણ છે...