તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બલ્ક ડ્રગ પ્રોડક્શન માટે કેન્દ્ર 200 કરોડ ફાળવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાં બલ્ક ડ્રગ પ્રોડક્શન અને મેડિકલ ડિવાઇઝ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે સ્વતંત્ર બનાવવા માટેના પ્રોજેકટ પર કેન્દ્ર સરકારે અાખરી મહોર મારી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસીની સ્કિમ સ્ટીરીંગ કમિટી દ્વારા ગુજરાતના બંન્ને પ્રોજેક્ટને મંજુરી અાપી છે.અાગામી સમયમાં બલ્ક ડ્રગ પાર્ક (જથ્થાબંધ દવાના ઉત્પાદન) માટે રૂ. 200 કરોડ અને મેડીકલ ડિવાઇઝ પાર્ક માટે 25-50 કરોડ જેટલી રકમ ફાળવાશે.

કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસી(ડી.ઓ.પી)ની સ્કીમ સ્ટીરીંગ કમિટી(એસ.એસ.સી) દ્વારા સાત જેટલા રાજ્યોમાંથી બલ્ક ડ્રગ પાર્ક અને મેડીકલ ડિવાઇઝ પાર્ક માટે ગુજરાત, મધ્યપ્રદેશ, અાસામ, તમિલનાડુ સહિતના રાજ્યોમાંનું ગત અઠવાડીયે દિલ્હી ખાતે પ્રેઝન્ટેશન રખાયું હતું. એફ.ડી.એ.ના ડો. હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે, અન્ય રાજ્યોના એક-એક પ્રોજેકટને કમિટી દ્વારા મંજુરી અપાઈ હતી. ડો.હેમંત કોશિયાએ ઉમેર્યું હતું કે, બે પ્રોજેક્ટ મંજુર થવાને કારણે રાજ્યમાં જથ્થાબંધ દવા બનાવવા માટે કોમન ફેસીલીટી શરૂ થશે.જેથી બનાટવ ખર્ચ ઘટશે અને સ્પર્ધાત્મક વાતાવરણમાં અાપણી હાજરી વધુ મજબુત થશે. ડાયરેક્ટર જનરલ ઓઉ કોમર્શિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સ્ટેટેસ્ટીક્સ (ડી.જી.સી.અાઇ.એસ)ના રિપોર્ટ પ્રમાણે ભારતીય ફાર્મા કંપનીઓ 68 ટકા ઇન્ટરમીડીયેટ ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં અાવે છે. વર્ષ 2018-19માં તેની ગણતરી રૂ. 25,552 કરોડ જેટલી થવા પામે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ફાર્મા કંપનીઓનું દેશના કુલ પ્રોડક્શનમાં 31 ટકા યોગદાન છે. ગુજરાતમાં ડબલ્યુ.એચ.ઓ - જી.એમ.પી. કમ્પલાયન્સ કરતા 753 યુનિટ અાવેલા છે, જ્યારે યુ.એસ.એફ.ડી.એ. દ્વારા માન્ય 130 પ્લાન્ટ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો