તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Center For The Employees Of The Central Government Will Start 034529

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે દવાખાનું શરૂ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સર્વિસનું પહેલું દવાખાનું શહેરમાં એક મહિનામાં કાર્યરત થશે. કેન્દ્ર સરકારના અંદાજે 5000 કર્મચારીઓને હવે અમદાવાદ કે દિલ્હી નહીં જવું પડે. શહેરનાં સાંસદ રંજનબેન દ્વારા પાર્લામેન્ટમાં કરેલી રજૂઆત બાદ કેન્દ્ર સરકાર દ્વારા દેશનાં 33 દવાખાનાં બાદ વડોદરાનો સમાવેશ કર્યો છે. રાવપુરા સ્થિત પોસ્ટ વિભાગની ડિસ્પેન્સરી સીજીએચએસ હોસ્પિટલમાં કન્વર્ટ કરવા આદેશ થયો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનેે મેડિકલ બિલ માટે તેમજ કેટલાંક ખાનગી દવાખાનાંની સારવાર લેવા માટે અમદાવાદ જવું પડતું હતું.

અન્ય સમાચારો પણ છે...