તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News The Car Caught Four People Including The Girl In Drunken Condition 034219

કારમાં દારૂ પીધેલી હાલતમાં યુવતી સહિત 4 પકડાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસણા પંચમુખી મંદિર પાસે શનિવારે મોડી રાત્રે સીયાઝ કારમાંથી દારૂ પીધેલી હાલતમાં યુવતી સહિત 4 ઝડપાઇ ગયા હતાં. જેપી પોલીસે પોલીસે રૂા. 9 લાખની કાર જપ્ત કરી અેન્જિનિયરીંગના ચારેય વિદ્યાર્થિની ધરપકડ કરી હતી.

જેપી રોડ પોલીસનો સ્ટાફ વાસણા પંચમુખી હનુમાન મંદિર પાસે શનિવારે મોડી રાત્રે પેટ્રોલીંગ કરતો હતો ત્યારે 3:30 વાગ્યાના સુમારે મારુતિ સિયાઝ કાર વાંકીચૂકી આવતી હતી. પોલીસે તેને અટકાવી જડતી લેતાં સુભાનપુરા ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતો કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં જણાયો હતો. તીવ્ર વાસ સાથે તે પોતાનું સમતોલપણુ પણ જાળવી શકતો ન હતો. કારમાં હરિનગર તેમજ અેક્સપ્રેસ હોટલ પાસે રહેતા 2 વિદ્યાર્થીઓ અને સેવાસી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિની પણ બેઠેલી હતી. આ ત્રણેનું મોઢુ સુંઘાડીને ખાતરી કરતાં તીવ્ર વાસ સાથે આંખો લાલચોળ હતી. યુવતી સહિત ત્રણે વિરૂદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો. આ સંદર્ભે તપાસકર્તા પીએસઆઇ જસાણીએ કહ્યું હતું કે યુવતી સહિત ચારેય જણ એન્જિનિયરીંગના વિદ્યાર્થી છે. યુવતી પણ નશાની હાલતમાં હતી. ચારેયની ધરપકડ કરી કાર કબજે લીધી હતી. રાત્રે ડીનર કર્યા બાદ પરત આવતાં સમયે પોલીસ ચેકિંગમાં પકડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...