તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીકોમ ઓનર્સના અભ્યાસક્રમને પોતાનું આગવું બિલ્ડિંગ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી સંચાલિત બીકોમ ઓનર્સના અભ્યાસક્રમને પાંચ વર્ષના લાંબા ગાળા બાદ પોતાની જગ્યા મળશે. ડોનર્સ પ્લાઝામાં આવેલ પોલિસી રિસર્ચ સેન્ટર ખાતે એક ભાગમાં ઓનર્સ ખસેડવામાં આવશે. હાલમાં એમકોમ બિલ્ડિંગમાં બીકોમ ઓનર્સ ચલાવવામાં આવી રહ્યું છે.

યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા બીકોમ ઓનર્સનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. દિવાળી બાદ નવા સત્રમાં બીકોમ ઓનર્સના વિદ્યાર્થીઓને નવા બિલ્ડિંગમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. હાલમાં એમકોમ બિલ્ડિંગમાં બીકોમ ઓનર્સ ચાલી રહ્યું છે અને તે બિલ્ડિંગ પણ ડોનર્સ પ્લાઝામાં આવેલું છે. નવું બિલ્ડિંગ પણ એ જ પરિસરમાં આવેલ હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને દૂર જવાનો વારો નહિ આવે.

અન્ય સમાચારો પણ છે...