તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરોડા મેડિકલ કોલેજની છાત્રાને યુવાનેે ગાલ પર બચકું ભરી લીધું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડા મેડિકલ કોલેજની 18 વર્ષીય વિદ્યાર્થિની લેક્ચર પૂરું થયા બાદ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ પાસેથી પસાર થઇ રહી હતી. ત્યારે એક યુવાને તેણીના ગાલ પર બચકું ભરી લીધું હતું. યુવકમ માનસિક અસ્વસ્થ હોવાનું લાગતાં તેને મેન્ટલ હોસ્પિટલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બરોડા મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શુક્રવારે સવારના 11 વાગ્યાની આસપાસ તાત્કાલિક સારવાર વિભાગની બાજુમાં જ આવેલ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાંથી લેક્ચર પૂરું થયા બાદ બહાર નીકળી હતી. તે સમયે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટની બહાર બેસેલા અંદાજે 22 વર્ષની ઉંમર ધરાવતા મુકેશ પરમાર નામના યુવાને આ વિદ્યાર્થિની પાસે જઈને તેના ડાબા ગાલ પર બચકું ભરી લીધું હતું. તે સમયે વિદ્યાર્થિની સાથે હાજર અન્ય વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. આ વિદ્યાર્થિનીને સારવાર માટે નજીકમાં જ આવેલા તાત્કાલિક સારવાર વિભાગમાં લઇ જવામાં આવી હતી. જ્યારે મુકેશ પરમાર નામના યુવાનની પૂછપરછ દરમ્યાન તે માનસિક અસ્વસ્થ હોવાનું જણાતાં પોલીસ દ્વારા તેને મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...