• Gujarati News
  • National
  • Vadodara News The Arrest Of The Son Of A Former Dysp Who Commented On The Mla 073216

MLA અંગે ટિપ્પણી કરનાર પૂર્વ DySPના પુત્રની ધરપકડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા નિવૃત્ત ડી.વાય.એસ.પી.ના પુત્રની વડોદરા ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં અાવી હતી.

સોશિયલ મીડિયા પર સયાજીગંજ વિસ્તરના ધારાસભ્ય જીતુ સુખડિયા વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ક્રાઇમબ્રાંચમાં 24 માર્ચના રોજ ફરિયાદ કરવામાં અાવી હતી. નિવૃત્ત ડી.વાય.એસ.પી.ના પુત્ર સ્નેહલ જોષી દ્વારા પોસ્ટ મુકી હોવાનું તપાસમાં બહાર અાવ્યું હતું. ક્રાઇમ બ્રાંચે ગુરૂવારે મોડી સાંજે અારોપીની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જીતુ સુખડિયા થોડાક દિવસ પહેલા ગાંધીનગર હતા ત્યારે તેમના સહકાર્યકરે તેમના વિરૂદ્ધ સોશિયલ મિડીયા પર લખાણ લખવામાં અાવ્યું હોવાનું તેમને જણાવ્યું હતું. પોસ્ટમાં લખવામાં અાવેલા લખાણ ધારાસભ્યની પ્રતિષ્ઠાને હાની પહોંચાડે તેવું હોવાથી તેમણે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. અાખરે અારોપીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...