તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News The Allocation Of 1286 Houses At Khatamba In The Prime Minister39s Housing 040150

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રધાનમંત્રી આવાસમાં ખટંબા ખાતે 1286 આવાસોની કરાઇ ફાળવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના પૂર્વ વિભાગમાં વિકાસના નવા અધ્યાય રૂપે વાઘોડિયા તાલુકાના ખટંબા ખાતે તૈયાર 1286 આવાસોની ફાળવણી ડ્રો આધારે કરાઈ હતી.

વડોદરા શહેરી વિકાસ સત્તામંડળે ખટંબા ખાતે પ્રધાનમંંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો માટે રૂા.92.36 કરોડના ખર્ચે ભૂૂકંપ પ્રતિરોધક 1286 અાવાસો બનાવ્યા છે. આ આવાસોની ફાળવણી માટે કમ્પ્યુટરાઇઝડ ડ્રો વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યો હતો. અા સ્કીમમાં એક આવાસની કિંમત સાડા આઠ લાખ રૂપિયા છે અને તેમાં ત્રણ લાખ રૂપિયાની સબસિડી સરકાર આપી રહી છે અને તેના કારણે લાભાર્થીને માત્ર સાડા પાંચ લાખ રૂપિયા ચૂકવવાના થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારત સરકાર જેટલી જોરદાર છે, વિજય રૂપાણીની ગુજરાત સરકાર એટલી જ અસરદાર છે તેવી લાગણી વ્યકત કરતાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પૂર્વ વિભાગમાં સુવિધાઓ અને વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. ખટંબા ખાતે મકાન મેળવનારા લાભાર્થીઓને મકાનો વેચવા કે ભાડે આપવાની પ્રવૃતિન કરતાં તેની યોગ્ય જાળવણી કરી સુખેથી રહેવાની સલાહ આપતાં તેમણે જણાવ્યું હતું કે, સાડા આઠ લાખ રૂપિયાની કિંમતનુ મકાન સાડા પાંચ લાખમાં આપે તેવી સરકારો નહીં મળે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો