48 વર્ષ જૂના વિશ્વામિત્રી રેલવે બ્રિજનું વાઇડનિંગનું કામ શરૂ
શહેરના સાૈથી જૂના ફલાય ઓવરમાં સ્થાન ધરાવતા વિશ્વામિત્રી રેલવે ઓવરબ્રિજને પહોળો કરવાની કામગીરીમાં 162 મીટરના ભાગમાં કામગીરી કરવા સામે ચાલી રહેલો મનાઇહુકમ દુર થતાં 700 દિવસે ત્યાં પુન: કામગીરી શરૂ કરવામાં અાવી છે અને ડીસેમ્બર મહિના સુધી બ્રિજ પહોળો કરવાની કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક રખાયો છે.
અત્રે નોંધનીય છે કે, શહેરમાં શાસ્ત્રી બ્રિજ,પ્રતાપનગર અને વિશ્વામિત્રી બ્રિજ એ સાૈથી જૂના બ્રિજ છે. વિશ્વામિત્રી બ્રિજનુ નામકરણ સુભાષ બ્રિજ તરીકે કરાયેલુ હતુ. 1971માં ખુલ્લા મૂકાયેલા આ બ્રિજ પરથી રોજના 50 હજારથી વધુ વાહનો પસાર થાય છે. માંજલપુરથી મુજમહુડાને જોડતો અા બ્રિજ વડોદરા મુંબઇ રેલવે લાઇન પર બનેલો છે.
શાસ્ત્રી બ્રિજને પહોળો કરવાની કામગીરીની સાથોસાથ દક્ષિણથી પાદરા જંબુસર જવાના માર્ગને જોડતા વિશ્વામિત્રી બ્રિજને પણ પહોળો કરવાનો પાલિકાઅે 2017માં નિ્રણય લીધો હતો.રેલવે વિભાગમાં રૂા.11.17 કરોડની ડીપોઝીટ ભરનાર પાલિકાઅે કુલ 37.86 કરોડના ખચર્ે બ્રિજને પહોળો કરવા માટે જુલાઇ 2017માં કોન્ટ્રાકટ અાપ્યો હતો અને 18 મહિનાની મુદત ઠરાવી હતી. પરંતુ, તે પૂર્વે મે મહિનામાં દબાણણ દુર કવરાની કામગીરી અને જમીન સંપાદન કરવાની કામગીરી હાથ પર લેવામાં અાવી હતી અને તેમાં ગુજરાત ટ્રેકટર દ્વારા સ્ટેટસ કવો લેવામાં અાવતા 162 મીટર લંબાઇમાં ફાઉન્ડેશનની કામગીરી શરૂ થઇ ન હતી. જોકે, અા સિવાયના ભાગમાં બ્રિજને પહોળો કરવાની કામગીરી ચાલુ રહી હતી અને રેલવે વિભાગે પહેલી વખત પાલિકાની કામગીરી કરતાં પહેલા કામગીરી પૂરી કરી હતી. જોકે, સ્ટેટસ કવો સામે પાલિકાએ કાનૂની લડત અાપી હતી અને 3 એપ્રિલના રોજ મનાઇ હુકમ દુર થતાં પાલિકાના બ્રિજ વિભાગે કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.
કામગીરી થતાં હજારો વાહનચાલકોને ફાયદો થશે
બ્રિજની કુલ લંબાઇ : 670 મીટર
બ્રિજની કુલ પહોળાઇ : 8.40 મીટર
વર્ક ઓર્ડરની રકમ : રૂા.37.86 કરોડ
કામની મુદત : 18 મહિના
કામગીરી શરૂ : તા.11 જુુલાઇ,2017
લાલબાગ તરફ લંબાઇ : 301 મીટર
મુજમહુડા તરફ લંબાઇ : 300 મીટર
રેલવેની હદમાં લંબાઇ : 69 મીટર
મનાઇહુકમ : તા.2 મે,2017
મનાઇહુકમ દુર થયો : તા.3 એપ્રિલ,2019
અત્યાર સુધીનો ખર્ચ : રૂા.20.27 કરોડ
કુલ વાહનચાલકોને ફાયદો : 50 હજાર