તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપેરિંગ ન કરાતાં 140 વર્ષ જૂનો કલાત્મક દરવાજો નામશેષ થવાના આરે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ ત્રણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દરરોજ અહીંથી જ પસાર થાય છે.

ડીબીસ્ટાર રિપોર્ટર | વડોદરા

ઐતિહાસિક કમાટીબાગની ગત 8મી જાન્યુઆરીએ જ 140 વર્ષ પૂરા કર્યા. આ કમાટીબાગના મુખ્ય ચાર પ્રવેશદ્વાર પૈકીનો ડેપ્યૂટી કમિશનરના નિવાસસ્થાન અને પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગની કચેરી પાસે આવેલો જૂનો કલાત્મક દરવાજો રિપેરિંગના અભાવે નામશેષ થઇ રહ્યો છે. મહિનાઓથી આ મુદ્દે રજૂઆત કરવામાં આવતી હોવા છતાં તેનું જરૂરી રિપેરિંગ કરવાની તસ્દી લેવાતી નથી. એટલે સુધી કે આ દરવાજાને અધખુલ્લો રાખવો હોય તો અહીં તૈનાત સિક્યુરિટી જવાનો પોતાની લાકડી ટેકવીને ખુલ્લો રાખે છે. છ મહિના પહેલા એક એવો ગેટ બનાવવાનું આયોજન થયું હતું જેમાંથી માત્ર લોકો જ પ્રવેશી શકે. આ પ્રવેશ માટે લોખંડની જાળી અને દરવાજો ચાર મહિનાથી આવી ગયો છે. પણ કોર્પોરેશનનો સંબંધિત વિભાગ આ જાળી અને દરવાજો ફીટ કરવાનું જ ભૂલી ગયો છે. બીજી તરફ અહીં ઝુ હોવા છતાં મુલાકાતીઓ ધરાર પોતાના વાહનો સાથે જ પાર્કસ અેન્ડ ગાર્ડન વિભાગની કે ઝુની ઓફિસમાં પ્રવેશવાની જીદ કરે છે અને અંદર પ્રવેશી રહ્યાં છે. એટલું જ નહીં ફોર વ્હીલર અને મોટા વાહનોની પણ દિવસ દરમિયાન અવરજવર રહે છે. આ મુદ્દે સિક્યુરિટી અને અહી સ્થાનિક કચેરીએ આવતા લોકો તથા ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ વચ્ચે ચકમક ઝરતી રહે છે.

ઝૂના જીવોનેખલેલ ન પહોંચે તે માટે માત્ર લોકો જ પ્રવેશે તેવા જાળી -દરવાજો ચાર મહિનાથી ફીટ કરાતા નથી.

અન્ય સમાચારો પણ છે...