• Gujarati News
  • National
  • Vadodara News Testing On The Running Of The Train From Chhotaudepur To Alirajpur 081044

છોટાઉદેપુરથી અલીરાજપુર સુધી ટ્રેન દોડાવવા અંગે ટેસ્ટિંગ કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરથી અલીરાજપુર રેલવે ટ્રેક તૈયાર થઈ ગયો છે. તેના ઉપર ટ્રેન દોડાવવા અંગેની ઘણા સમયથી માંગ છે. પરંતુ રેલવે તંત્ર બહાના બતાવે છે. જેથી પ્રજાનો રોષ પણ વધતો જાય છે. પરંતુ હવે ટુક સમયમાં ટ્રેન ચાલુ થાય તેના અણસાર વર્તાઈ રહ્યા છે.

તા. 27ના શુક્રવારના રોજ વડોદરાથી છોટાઉદેપુર આવતી 12:40ની ટ્રેનને અલીરાજપુર સુધી ટેસ્ટિંગમાં મોકલી હતી અને માર્ગ સલામત છે કે નહીં તે જોવામાં આવ્યું હતું.

વડોદરા સર્કિટ હાઉસમાં તા.19ના રોજ જિલ્લામાં આવેલા સંસદ સભ્યોની એક મીટિંગમાં રેલવેના જનરલ મેનેજર એ કે ગુપ્તા અને વડોદરા ડિવિઝનના જનરલ મેનેજર દેવેન્દ્ર કુમાર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે માજી રેલવે રાજ્ય મંત્રી અને હાલના કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણભાઇ રાઠવાએ છોટાઉદેપુર થી અલીરાજપુર ટ્રેન શરૂ કરવા અર્થે ભાર પૂર્વક રજૂઆત કરી હતી. ત્યારે રેલવેના જીએમ અને ડીઆરએમ એ આગામી નવરાત્રી પર્વથી ટ્રેન શરૂ કરવા અંગેની ખાત્રી આપી હતી. આને લઈ રેલવે તંત્ર એ ટ્રેન મોકલવા અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રેલવે તંત્ર દ્વારા ટ્રેન શરૂ કરવામાં વિલંબ કરતા રંગપુર અને અલીરાજપુર રેલવે સ્ટેશન ઉપર ચોરીઓ થઈ હોવાનું સાંસદ નારણ રાઠવાએ ફોન ઉપર જણાવ્યું હતુ.

અત્રે ઉલ્લેખનિય છે કે અા ટ્રેન દોડાવવા માટે છેલ્લાં કેટલાક સમયથી લાેકાેઅે માગણી કરી હતી. અા અંગે અગાઉ વડાેદરામાં સર્કિટ હાઉસ ખાતે યાેજાયેલી મિટિંગમાં માજી રેલવે રાજ્ય મંત્રી અને હાલના કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણભાઇ રાઠવાએ ભાર પૂવર્ક રજૂઅાતાે પણ કરી હતી.

છોટાઉદેપુરથી અલીરાજપુર ટ્રેન દોડાવવા અંગે ટેસ્ટિંગ કરવામાં અાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...