તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Terrorist Jafar And His Associates Were In Contact With Foreign Giants Via Whatsapp Telegram 080035

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકી જાફર અને તેના સાથીદારો વોટ્સએપ - ટેલિગ્રામથી વિદેશી આકાઓના સંપર્કમાં હતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોરવા વિસ્તારના મધુનગરના મકાનમાં 12 દિવસથી છુપાઇને સ્લીપર સેલ શરુ કરનાર આઇએસઆઇએસનો આતંકી જાફરઅલી તેના અન્ય 5 સાથીદારો વોટસએપ અને ટેલીગ્રામ એપ્લીકેશનની મદદથી તેમના વિદેશી આકાઓ સાથે સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેમણે ફરીથી નેપાળમાં એકત્ર થઇ દેશમાં મોટી હિસાં આચરવાનું પ્લાનીંગ કર્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

સુત્રોએ જણાવ્યું હતું કે આઇએસઆઇએસના સ્વઘોષીત આતંકવાદી જાફરઅલીના 3 સાથીદારો દિલ્હી સ્પેશયલ સેલના હાથે ઝડપાઇ ગયા બાદ જાફર અને તેના અન્ય 2 સાથીદારો ઉશ્કેરાયા હતા. જો કે ત્રણેય અલગ અલગ વિસ્તારોમાં હતા પણ તેઓ વોટસએપ અને ટેલીગ્રામની મદદથી એકબીજા સાથે સંપર્કમાં હતા. તેમના વિદેશી આકાઓ સાથે પણ તેઓ આ જ માધ્યમથી સંપર્કમાં રહેતા હતા.અગાઉ જંબુસરના ચાર પાંચ યુવકો તેને મળવા મુંબઇ ગયા હોવાથી જાફરને જંબુસર સલામત લાગતા તે જંબુસર આવ્યો હતો. અહીં એકાદ માસ તે રોકાયો હતો અને તેણે કેટલાક યુવકોને તેની વિચારસરણીમાં જોડાવા માનસિક તૈયાર પણ કર્યા હતા. દિલ્હી સ્પેશિયલ સેલે પકડેલા ત્રણ આતંકી પૈકી એક માસ્ટરમાઇન્ડ ગણાતો ખ્વાજા મોઈનુદ્દીન ગુજરાતના મોડ્યુલને ઓપરેટ કરી રહ્યો હતો. તેણે અગાઉ જાફરને કેટલીક સુચના આપી હતી, તેના આધારે તે જંબુસરથી વડોદરા આવ્યો હતો. તેના બે સાથીદારો તેને મળે ત્યારબાદ તેઓ કોઇ પણ ભોગે ગુજરાત સહિત દેશમાં મોટુ ષડયંત્ર રચી મોટી હિંસા કરવાનું તેનું પ્લાનિંગ હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું.જો તેઓ પકડાયા ના હોત તો તમામ છ આતંકવાદીઓ ફરીથી નેપાળમાં એકત્ર થવાના હતા અને ત્યાં રહીને યુપી સહિતના વિસ્તારમાં મોટી હિંસા આચરવાના કાવતરાને અંજામ આપવાના હતા.

જાફર ગુજરાતમાં નવી ભરતીનું કામ કરી રહ્યો હતો
3 સાથીદાર પકડાઇ જતાં બદલો લેવા તામિલનાડુના ASIની હત્યા
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

તામિલનાડુના એએસઆઇ વિલ્સનની આતંકીના બે સાથીદારોએ કરેલી હત્યાની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે દિલ્હી પોલીસે પકડેલા 3 આતંકીઓનો બદલો લેવા માટે જાફરના બે સાથીદારોએ વિલ્સનની હત્યા કરી હતી.

જાફર તેના બે સાથીદારો અબ્દુલ શમીમ અને તોફિકે બુધવારે તામિલવાડુના એએસઆઇ વિલ્સનની હત્યા કરી હતી. તે વખતે જાફર વડોદરામાં હતો. જાફર વડોદરામાં રહીને આ બંને સાથીદારો સાથે સંપર્કમાં હતો. બંને જણા તેને ગુજરાતમાં મળવાના હતા અને અમદાવાદ તથા સુરતમાં મોટી હિંસા આચરવાનું તેમનું પ્લાનીંગ હતું. જો કે ગુરુવારે ગુજરાત એટીએસે જાફરને જ પકડી લીધો હતો. એએસઆઇની હત્યા કર્યા બાદ શમીમ અને તોફિક ફરાર થઇ ગયેલા છે. તામિલનાડુ પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે દિલ્હી પોલીસે તેમના 3 સાથીદારોની ધરપકડ કરતા તેનો બદલો લેવા માટે બંનેએ એએસઆઇની હત્યા કરી હતી. શમીમ અને તોફિક પણ અન્ય 4 સાથીદારો સાથે હિન્દુ નેતાની હત્યામાં સંડોવાયેલા હતા અને ગત મહિને તેમને જામીન મળ્યા હતા. તેમનો લીડર મોઇનુદ્દીન તો જેને દિલ્હી પોલીસે પકડી લીધો હતો. જામીન મળ્યા બાદ ભાગી ગયેલા મોઇનુદ્દીને બેંગ્લોરમાં નવી ભરતી માટે ખાસ બેઠકો પણ કરી હતી અને તેની સુચના મુજબ જ જાફર ગુજરાતમાં પણ નવી ભરતીનું કામ કરી રહ્યો હતો.

મોઇનુદીન નવી ભરતી માટે બેંગ્લોરમાં બેઠકો કરતો હતો
મોઇનુદ્દીન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો