તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Teenage Jabbe Ripping A Woman39s Chain By Becoming A Courier Boy 074107

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુરિયર બોય બનીને મહિલાની ચેઇન તફડાવતો કિશોર ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

છેલ્લાં 16 વર્ષમાં ચેઇન સ્નેચિંગના 48 ગુના આચરનારા રીઢા ચેઇન સ્નેચરને ક્રાઇમ બ્રાંચે નવસારીથી ઝડપી લીધો છે. આરોપી બપોરના સમયે કુરિયર બોય બનીને કોઈ પણ ઘરમાં જઈને કુરિયર ડિલિવરી માટેની સહી કરાવવાના બહાને મહિલાની ચેઇન તોડી ભાગી જતો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં આરોપીઅે વચગાળાના જામીન લઈ ફરાર થયા બાદ 5 વર્ષમાં ચેઇન સ્નેચિંગના કુલ 36 ગુના આચર્યા છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે.જે. પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં ચેઇન સ્નેચિંગના ગુના અટકાવવા માટે તેમજ ગુના કરી નાસતા-ફરતા આરોપીઓને શોધવા માટે પોલીસ કમિશનર દ્વારા સૂચના મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચના પીઅેસઆઇ કે.જે. વસાવાને વર્ષ 2015થી વચગાળાના જામીન ઉપરથી નાસતો-ફરતો આરોપી કિશોર માછી હાલ નવસારી હોવાનું જાણવા મળ્યું હતું. પીઅેસઆઇ અને તેમની ટીમે નવસારી જઈને કિશોર માછી (ઉ.વ.40)ની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી રૂ.4.82 લાખની 7 સોનાની ચેઇન, ગુનામાં વપરાતી બજાજ ડિસ્કવર બાઇક અને બે મોબાઇલ મળીને રૂ.4.93 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.

પીઅેસઆઇ કે.જે. વસાવાઅે જણાવ્યું હતું કે, આરોપી મૂળ વડોદરાના કિશનવાડી વિસ્તારની રાજરત્નની પોળમાં રહેતો હતો. વડોદરા પોલીસ શોધી રહી હોવાથી આરોપી ભાગીને નવસારીના ગાંધી ફાટક પાસે આવેલા સમૃદ્ધિ કોમ્પ્લેક્સમાં પોતાની પત્ની અને બાળક સાથે રહેતો હતો. તેણે નવસારી ખાતે બાળકને ભણવા મૂક્યો હતો, પરંતુ બાદમાં તેને ઉઠાવી લીધો હતો. આરોપી ચેઇન તોડીને વડોદરા સિવાય અલગ-અલગ શહેરોમાં વેચી દેતો હતો.

આરોપીને વડોદરા પોલીસ શોધતી હોવાથી નવસારી રહેતો હતો

સોનાની 7 ચેઇન,બાઇક સહિત રૂ.4.93 લાખનો મુદ્દામાલ કબજે

5 વર્ષમાં આરોપીઅે કુલ 36 ગુના આચર્યા

આરોપી વડોદરાના 4, ગાંધીનગરના 4, અમદાવાદના 3 અને વિદ્યાનગરના 1 ગુનામાં ઝડપાયો છે. તે અમદાવાદ સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. જ્યારે વર્ષ 2015માં વચગાળાના જામીન મળતાં તે ફરાર થઈ ગયો હતો. વર્ષ 2015થી વર્ષ 2020 સુધીમાં તેણે ગોધરામાં 1, ભરૂચમાં 5, નવસારીમાં 2, સુરતમાં 1 વલસાડમાં 4, ઈડરમાં 3, મહેસાણામાં 1, હિંમતનગરમાં 1, ઉંઝામાં 1, પાટણમાં 1 સહિત 36 ગુના આચર્યા હોવાનું કબૂલ્યું હતું. કે.જે.વસાવાઅે કહ્યું હતું કે, આરોપી કિશોર માછી ધોરણ 12 સુધી ભણેલો છે. જ્યારે તેણે પહેલો ગુનો વર્ષ 2004માં આચર્યો હતો. શરૂઆતના સમયમાં આરોપી રસ્તામાં અેકલ-દોકલ જતી મહિલાઅોને ટાર્ગેટ કરી તેમની ચેઇન તોડી ભાગી જતો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો