તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Teachers In The University Are Outraged By Zonal Operations In The Elections 033614

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.માં શિક્ષકોને ચૂંટણીમાં ઝોનલની કામગીરીથી રોષ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.માં પ્રાધ્યાપકોને ઝોનલ અધિકારી તરીકે ફરજ સોંપવામાં આવી છે. સામાન્ય રીતે બૂથ લેવલ ઓફિસરની ડ્યૂટી અધ્યાપકોને સોંપવામાં આવતી હોય છે. પરંતુ પ્રથમ વાર 20થી વધારે જેટલા ઝોનલ અધિકારી તરીકે કામગીરી સોંપવામાં આવતાં શિક્ષકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.

અાગામી લોકસભાની ચૂંટણીઓ માટે યુનિ.ના અધ્યાપકોને કામગીરી સોપાઇ છે. સામાન્ય રીતે દરેક ચૂંટણીમાં અધ્યાપકોને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપાતી હોય છે. જોકે એમ.એસ.યુનિવર્સિટીમાં 25 થી 30 જેટલા અધ્યાપકોને ઝોનલ કક્ષાની કામગીરી સોંપવામાં આવી છે. ઝોનલની કામગીરીમાં અધ્યાપકોને ત્રણ મહિના સુધી કામગીરી કરવાની હોય છે. જેમાં જે તે વિસ્તારમાં આઠથી નવ જેટલાં મતદાન મથકોની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. ઝોનલ ઓફિસર દ્વારા બૂથ જે સ્કૂલમાં આવેલું છે તેની તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવતી હોય છે. જેમાં બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિસિટી, શૈાચાલય, સ્ટ્રકચર સહિતની માહિતી એકત્રિત કરવામાં આવતી હોય છે. વિસ્તારના ક્રિટિકલ વિસ્તારોની માહિતી એકત્રિત કરીને રિટર્નિંગ ઓફિસરોને મોકલવાની હોય છે. યુનિવર્સિટીમાં મોટા ભાગે પ્રાધ્યાપકોને બૂથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો