તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Teacher Sent 40 Minutes Of 40 Video Lectures To Students Solved By Making Defective Video Calls 074722

શિક્ષકે વિદ્યાર્થીઓને 35 મિનિટનાં 40 વીડિયો લેક્ચર મોકલ્યાં, ડિફિકલ્ટી વિડીયો કોલ કરીને સોલ્વ કરી આપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

video lecture
સિટી રિપોર્ટર . વડોદરા


કોરોના વાઈરસ ગુજરાતમાં પણ ફેલાઇ રહ્યો છે અને સરકાર દ્વારા તકેદારીને પગલે સ્કૂલ-કોલેજ બંધ કરવામાં આવ્યા છે. આ સમયે કોલેજના વિદ્યાર્થીઓને ભણતરનું માર્ગદર્શન મળી રહ્યું નથી. ત્યારે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સના હિન્દી વિભાગના પ્રોફેસર ડો.કલ્પના ગવલીએ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન લેક્ચર લેવાના શરૂ કર્યા છે. જે વિશે માહિતી આપતા પ્રો. કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ વિશ્વના 150થી વધુ દેશમાં ફેલાઈ ગયો છે. ત્યારે તેની અસર યુનિનાં વિદ્યાર્થીઓ પર ન પડે તે માટે મેં ઓનલાઇન ક્લાસ લેવાનું નક્કી કર્યું. જે માટે મેં 35 મિનિટના 40 વિડીયો રેકોર્ડ કર્યા છે અને વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

આ વીડિયો જોયા બાદ જે વિદ્યાર્થીઓને સવાલો ઉભા થયા તેઓને વિડીયો કોલ દ્વારા ઓનલાઇન ક્લાસ લઈને તેમના સવાલોના જવાબ પણ હું આપી રહી છું. 31 માર્ચ 2020 સુધી સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઇન માર્ગદર્શન આપવું તે દરેક શિક્ષકની જવાબદારી થઇ પડે છે. જો સ્થિતિ કાબુમાં આવી જશે અને એપ્રિલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે તો વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં કોઈપણ પ્રકારનો કાપ નહિ મુકવો પડે તે નિશ્ચિત છે.
અન્ય સમાચારો પણ છે...