તરસાલીમાં પાણી ભરવાના મુદ્દે લાકડાનો પાયો ફટકાર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરના તરસાલી નવી નગરીમાં પાણી ભરવાના મુદ્દે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવાનને લાકડીઓ અને લાકડાના પાયા વડે માર માર્યો હતો.નવીનગરમાં રહેતા મુકેશ રામા રાઠોડીયાએ પોલીસને જણાવ્યું હતું કે તેમની પુત્રી સાંજના સમયે પાણી ભરવા ગઇ હતી ત્યારે બાજુમાં રહેતા જચાબેન લક્ષ્મણ રાઠોડીયાએ તેને ગાળો બોલી હતી. ત્યારબાદ લક્ષ્મણ, જયા અને અશોક તેના ઘેર આવ્યા ત્યારે મુકેશે મારી છોકરીને ગાળો કેમ બોલ્યા હતા તેમ જણાવતા ત્રણેય જણા ઉશ્કેરાયા હતા અને ઝગડો કરી લાકડી અને લાકડાનો પાયા વડે તેને માર માર્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી હતી.