તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાંદલજાના સમર્પણ બંગ્લોઝમાં દારૂની મહેફિલ માણતા 4 પકડાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાંદલજા સમર્પણ બંગ્લોઝના મકાનમાં દારૂની મહેફિલ માણતા 4 શખ્સોને જેપી રોડ પોલીસે નશામાં ધૂત હાલતમાં ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂની બોટલ, આઇ-20 કાર, એક્ટિવા સહિત રૂા. 4.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચારે ગુનાઇત ભૂતકાળ ધરાવતા હોવાનું પોલીસે જણાવ્યું છે.

તાંદલજાના સમર્પણ બંગ્લોમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની રવિવારે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમને વિગત મળતાં તેમણે જેપી રોડ પોલીસને જાણ કરી હતી. જેપી રોડનો પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચીને જોતાં મકાનમાં લાઇટ ચાલુ હતી અને અંદરથી જોર જોરથી અવાજ આવતો હતો. ઘરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાનું જણાતાં પોલીસે દરવાજો ખખડાવતાં આરીફ મોહમદ પટેલે દરવાજો ખોલ્યો હતો અને મકાનમાં પોતે રહેતો હોવાનું કહ્યું હતું.

રૂમમાં અન્ય ત્રણ શખ્સો તાંદલજા તાઇફનગર-1 નો અલી મુસા પટેલ, અલકાપુરી કેલેસીયોન એપાર્ટમેન્ટનો નયન મહેન્દ્ર ગોસાઇ અને દિવાળીપુરા મારુતિધામ સોસાયટીનો સુરેશ દત્તારામ સાવંત દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે ચારેય પાસેથી મોબાઇલ કબજે લીધા હતા. 750 મિલિની દારૂની બોટલમાં માંડ 100 મિલિ જેટલો દારૂ હતો. બાકીનો ચારેય જણ પી ગયા હતા. પોલીસને આઇ-20 કાર અને એક્ટિવા પણ મળી આવતાં રૂા. 4.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ચાર પૈકી અલી પટેલ અગાઉ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં પકડાયેલો છે. નયન ગોસાઇ સામે જમીનના મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં કેસ થયો છે જ્યારે સુરેશ દત્તારામ સાવંત વિરુદ્ધ 4 વર્ષ પહેલાં પૈસાની લેવડદેવડના મામલે ગુનો નોંધાયો હતો.પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે આરીફ પટેલ અગાઉ આંબાવાડીના બહુચર્ચિત જમીનના કેસમાં સંડોવાયેલો હોવાનું જેપી રોડ પોલીસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો