તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવાયાર્ડ રોડ પર ટ્રાફિક સર્કલ પહોળું કરવા મામલે તડાફડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાયાર્ડ રોડ પર ટ્રાફિક સર્કલને પહોળો કરવાની કામગીરીન કોંગ્રેસના બે કાઉન્સિલરોએ અટકાવતા તેનો સ્થાયી સમિતિના અધ્યક્ષે વિરોધ કરતા જાહેરમાં જ શાબ્દિક તડાફડી થઇ હતી.

પાલિકા તરફથી તમામ ટ્રાફિક સર્કલ પહોળા કરી 50 મીટરની ત્રિજયામાં કોઇપણ લારી ગલ્લા ઉભા રહે નહીં તેની ઝુંબેશ ઉપાડી છે.જેના ભાગરૂપે નવાયાર્ડ રોડ પરનુ ટ્રાફિક સર્કલ પહોળુ કરવાની કામગીરી કરાઇ હતી અને તેની જાણ થતાં વોર્ડ નંબર 1ના કોંગી કાઉન્સિલર પુષ્પા વાઘેલા અને અતુલ પટેલ પહોંચ્યા હતા. આ સર્કલ નજીક ઉભી રહેતી શાકભાજીની લારીઓવાળાને ખદેડી મૂકાતા હોબાળો મચી ગયો હતો.

ત્યાંથી પસાર થતાં સ્થાયી સમિતિના ચેરમેન સતીષ પટેલ ટોળુ જોતા રોકાયા હતા. તેમણે કામગીરી બંધ કરાય નહીં તેવી સ્પષ્ટ વાત કરી હતી. કોંગી કાઉન્સિલરોએ 40 મીટરનો રોડ મંજુર થયો છે તો પહેલા એ કામ કરાવો તેવી દલીલ કરતાં તડાફડી થઇ હતી. જોકે,સ્થાયી અધ્યક્ષે આ કામ બંધ કરાશે તો તેની અસર વોર્ડના કામો પર પડશે તેવો સંકેત આપીને સર્કલનુ બંધ કામ પુન: શરૂ કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...