વડોદરા. શહેરમાં સ્વાઇન ફ્લૂને પગલે વધુ એક વૃદ્ધાનું સોમવારે મોત થતાં કુલ મૃત્યુઆંક 15 થયો છે. યમુનામિલ વિસ્તારમાં રહેતાં 63 વર્ષીય વૃદ્ધાનું આજે સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે છોટાઉદેપુરના 1.8 વર્ષના બાળકને પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. એક મહિનામાં સત્તાવાર કેસ 143 નોંધાયા છે. જે પૈકી 63 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે. શહેરમાં પોઝિટિવ આવેલા કેસમાં 30 વર્ષીય મહિલા સહિત મોટા ભાગનાં વૃદ્ધો છે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો