તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દશલામાં પોલિયોના ટીપા પીવડાવ્યા બાદ જોડિયા બાળકોના મોત થયાની આશંકા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાહોદ તાલુકાના દશલા ગામે પોલિયોના ટીપા પીવડાવ્યા બાદ તેમજ રસી મુક્યા બાદ બે જોડિયા બાળકોની તબિયત બગડ્યા બાદ તેમનું વડોદરા ખાતે સારવાર વેળા મોત થઇ હોવાની આશંકાના પગલે ખળભળાટ મચી ગયો છે. બાળકોના કાકાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. એક બાળકની અંતિમ વિધિ કરી દેવાઇ હતી જ્યારે બીજા બાળકનું વડોદરામાં પીએમ કરાતા પોલીસે તજવીજ હાથ ધરી છે. દાહોદ તાલુકાના દશલા ગામના માવી ફળિયામાં રહેતાં મનસુખભાઇ કટારાએ પોલીસને જણાવ્યુ હતું કે, તેમના ભાઇ રાકેશના ઘરે સવા માસ પહેલા બે જોડિયા બાળકોને જન્મ થયો હતો. એકનું નામ અર્પિત અને બીજાનું નામ મયંક રાખ્યું હતું. 4 માર્ચે મારી માતા હજીબેન રાકેશભાઇના બંને છોકરાને લઇને માળી ફળિયામાં આવેલા આંગણવાડી કેન્દ્રમાં ગઇ હતી. પોલિયોના ટીપા પીવડાવ્યા બાદ બંને છોકરાને રસી મુકી હતી. શ્વાસ વધારે હોવાથી બંનેને વડોદરા લઇ જવાયા હતાં. 7 માર્ચના રોજ મયંકનું સારવાર દરમિયાન મોત થઇ ગયુ હતું. ત્યાર બાદ 9મી માર્ચના રોજ બીજા છોકરા અર્પિતનું પણ સારવાર વેળા મોત થઇ ગયુ હતું.

એકનું 4 માર્ચ, બીજાનું 9 માર્ચે નિધન : બંને સવા માસના હતા

_photocaption_વડોદરામાં સારવાર દરમિયાન મોતને ભેંટેલા જોડીયા બાળકો*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો