તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાતળી હવાને કાપતા જવાનોના સુપર સ્ટન્ટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા એનર્જેટિક છે, ફરી મુલાકાત લઈશું
15 કિમીથી વધુની ઝડપે પવન ફુકાય તો હવા પાતળી થઇ જાય, એવી પરિસ્થિતિમાં કરતબ કરવા અઘરું પડેે. તેમાં છતાં વડોદરાની એનર્જેટિક ઓડિયન્સને જોતા અમે કરતબ કર્યા અને સફળતા પ્રાપ્ત કરી. ફરી જો વડોદરા બોલાવશે તો જરૂર આવીશ. - ગીત ત્યાગી, સ્ક્વોડ્રોન નેતા

રશિયાથી બનાવવામાં આવેલ 25 સ્કોડમાં હું એક માત્ર મહિલા પાઇલટ છું. 2014માં મેં આ પોસ્ટ સાંભળી અને ત્યારથી અત્યારસુધી દેશની સેવા કરી રહી છું. જ્યાં રોડ રસ્તા નથી ત્યાં આર્મી પહોંચી જાય છે તે જાણીએ ગર્વની અનુભૂતિ થાય છે. - સુમંગતા શર્મા, સ્ક્વોડ્રોન નેતા

પિતા આર્મીમાં હતા અને વર્ષ 2010માં તેમની પોસ્ટિંગ વડોદરામાં થઇ અને ત્યારબાદ મેં એન.ડી.એ.ની પરીક્ષા આપી જેમાં હું પાસ થયો પછી વિશ્વના એક માત્ર એરક્રાફ્ટ ડિસ્પ્લે ટીમનો ભાગ બન્યો જેનો મને ઘણો આનંદ છે. સારંગ ટીમનો જયારે ભાગ બન્યો અને પહેલો શો કર્યો ત્યારે ઓડિયન્સમાં મેં મારી જાતને જોઈ. કારણ કે હું પણ ક્યારેક આ પ્રકારના શો જોવા જતો હતો. અને જયારે હવે શો કરું છું અને લોકો મને તાળીઓથી વધાવે છે ત્યારે મને આનંદની અનુભુતી થાય છે. આવનારા દિવસોમાં દેશની આ રીતે હું સેવા કરતો રહીશ. - ધનવીર સિંઘ, સ્ક્વોડ્રોન નેતા

અન્ય સમાચારો પણ છે...